અમદાવાદમાં બેસીને અમેરિકન નાગરિકોને છેતરતું કોલ સેન્ટર પકડાયું, માથાભારે ગુજરાતીઓનું કારસ્તાન
Ahmedabad Crime News : શું હવે આ રીતે ઘરે બેઠા બેઠા કમાશો? પકડાયું મોટું રેકેટ... લાખોનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદના એક ઘરમાં બેઠા બેઠા અમેરિકાના નાગરિકોને છેતરતો શખ્સ અમદાવાદ શહેરની ઝોન 6 એલસીબીએ પકડી પાડ્યો છે. પોલીસે 31 લાખ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરુ કરી છે...પોલીસની ગિરફ્તમાં ઉભેલા શખ્સનું નામ સલમાન સલીમ જીવાણી ઉર્ફે રાજા છે. અમદાવાદ શહેર પોલીસની ઝોન 6 એલસીબીએ મણીનગરની ખોજા સોસાયટીના ઘર નંબર 18 માં થી બોગસ કોલ સેન્ટર ના કેસ માં ધરપકડ કરી છે. આરોપી સલમાન સલીમ જીવાણી ઉર્ફે રાજા પોતાના ઘરમાં જ બોગસ કોલ સેન્ટર છેલ્લા એક માસથી શરુ કર્યું હતું. જેમાં અમેરિકન નાગરિકોની માહિતી મેળવીને ઇન્ટરનેટના માધ્યમથી કોલ કરીને લોન આપવાની લાલચ આપીને અમેરિકન નાગરિકો પાસેથી પૈસા પડાવી લેતો હતો જે અંગે ની બાતમી ઝોન 6 એલસીબીની ટીમ ને મળતા રેડ કરવામાં આવી અને બોગસ કોલ સેન્ટર મળી આવતા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
- પોલીસે 31 લાખ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે
- સલમાન સલીમ જીવાણી ઉર્ફે રાજા
- મણીનગરની ખોજા સોસાયટીના ઘર નંબર -18
- ઘરમાં જ બોગસ કોલ સેન્ટર છેલ્લા એક માસથી શરુ કર્યું
- અમરિકન નાગરિકની માહિતી મેળવી લોનની લાલચ આપતા
પોલીસે રેડ દરમિયાન બોગસ કોલ સેન્ટર માં ઉપયોગમાં લેવાઈ સાધન સામગ્રી મળી આવી હતી જેમાં પોલીસે અમેરિકન નાગરિકો પાસેથી પડાવેલ પૈકીના ભારતીય ચલણ મુજબ 31 લાખ રોકડ, 2 લેપટોપ, 3 મોબાઈલ, એક હાર્ડ ડિસ્ક, એક usb કન્વટર, હાર્ડ ડિસ્કમાંથી અમેરિક નાગરિકના નામ અને ફોન નંબર સહીત 32 લાખ 49 હજારનો મુદામાલ કબ્જે કરી તપાસ શરુ કરી છે. ..પોલીસ ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ કોલસેન્ટરનું સંચાલન મૂળ મુંબઈથી થતું હતું અને આ આરોપી સલમાન સલીમ જીવાણી ઉર્ફે રાજા સાથે અન્ય બે આરોપીઓ પણ સંડોવાયેલ છે. જેમાં એક છે સિદ્ધાર્થ દિપક નરસીદાણી. જે હવાલાના નાણા લેવા અને આપવાનું કામ કરતો હતો અને બોજો આરોપી તુષાર છે, જે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. જે મુંબઈમાં બેઠા બેઠા આ જ પ્રકારનું કોલસેન્ટર ચલાવતો હતો.
આગામી 7 દિવસ ગુજરાતમાં થશે તાંડવ, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આવશે વરસાદ
- ભારતીય ચલણ મુજબ 31 લાખ રોકડ
- 2 લેપટોપ, 3 મોબાઈલ, એક હાર્ડ ડિસ્ક
- એક usb કન્વટર, હાર્ડ ડિસ્ક
- અમેરિક નાગરિકના નામ અને ફોન નંબર
- 32 લાખ 49 હજારનો મુદામાલ કબ્જે
- કોલસેન્ટરનું સંચાલન મુંબઈથી થતુ
- એક આરોપી સિદ્ધાર્થ દિપક નરસીદાણી
- હવાલાના નાણા લેવા અને આપવાનું કામ કરતો
- બોજો આરોપી તુષાર
- પ.બંગાળનો રહેવાસી
- મુંબઈમાં બેસી કોલસેન્ટર ચલાવતો
પોલીસે હાલ સલમાન સલીમ જીવાણી ઉર્ફે રાજાની ધરપકડ કરીને ફરાર સિદ્ધાર્થ દિપક નરસીદાણી અને તુષાર ની શોધખોળ શરુ કરી છે.
ગેનીબેનનું કદ વધ્યું અને ભાજપનું નાક કપાયું, વાવની હારજીત માટે આ છે મોટા પરિબળ