મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના ઘાટલોડીયામા એક મકાનમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયુ છે. વિદેશના નાગરિકોને લોન આપવાના નામે છેતરપિંડી આચરતા બે પિતરાઈ ભાઈની ધરપકડ કરી છે. છેલ્લા દોઢ વર્ષથી બોગસ કોલ સેન્ટર ચલાવતા હોવાનુ ખુલ્યુ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોન્ટ્રાક્ટમાં ગાડી ભાડે લેવાના બહાને ગીરવે મુકી છેતરપિંડી કરનાર 3 આરોપી પકડાયા


અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમા આવેલા સુદર્શન એપાર્ટમેન્ટમા બોગસ કોલ સેન્ટર ધમધમી રહયુ હતુ. ઈ બિલ્ડીંગમા રહેતો નિખંજ વ્યાસ પોતાના પિતરાઈ ભાઈ સથવારા સાથે મળીને કોલ સેન્ટર ચલાવતો હતો. આરોપી મેજીક જેક અને મેજીક જેકના ડાયલ સોફટવેરનો ઉપયોગ કરીને લેન્ડીંગ કલબ કપંનીના નામે  કોલીંગ  કરીને વિદેશના નાગરિકોને  ઓછા વ્યાજના દરે લોન આપવાની લાલચ આપીને 10 ટકા કમિશન મેળવીને છેતરપિંડી કરતા હતા. ઘાટલોડીયા પોલીસને બાતમી મળતા નિવાસસ્થાને રેડ કરી. બે લેપટોપ અને 10 મોબાઈલ અને બે મેજીક ડિવાઈસ જપ્ત કર્યા.


આ પણ વાંચો:- કોરોનાએ શિક્ષિકાની નોકરીનો લીધો ભોગ, પ્રિન્સિપાલે ફોન કરી નવી નોકરી શોધવા કહ્યું...


કોલ સેન્ટરનો માસ્ટર માઈન્ડ નિખંજ વ્યાસ છે. નિખંજ અને અમીત બન્ને 12 સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો છે. નિખંજનો પરિવાર વિદેશમા રહે છે. જયારે નિખંજ પોતાની દાદી સાથે સુદર્શન એપાર્ટમેન્ટમા રહે છે. છેલ્લા દોઢ વર્ષથી પોતાના ઘરમા કોલ સેન્ટર ચલાવતો હતો. આરોપી વિદેશી નાગરીકોના ડેટા મેળવીને લોન માટે સંપર્ક કરીને ઠગાઈ આચરતા હતા.


આ પણ વાંચો:- અમદાવાદ: લોકડાઉનમાં બેરોજગાર થતા યુવાનનો આપઘાત


ઘાટલોડીયા પોલીસે બોગસ કોલ સેન્ટર ચલાવવાને લઈને બન્ને પિતરાઈ ભાઈની ધરપકડ કરી છે. દોઢ વર્ષમા કેટલા નાગરિકો સાથે છેતરપિંડી કરી અને તેમની સાથે અન્ય કોઈ વ્યકિત સંડોવાયેલા છે કે નહિ તે તમામ મુદ્દે આરોપીની પુછપરછ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube