કોન્ટ્રાક્ટમાં ગાડી ભાડે લેવાના બહાને ગીરવે મુકી છેતરપિંડી કરનાર 3 આરોપી પકડાયા

ગાડી કોન્ટ્રાક્ટમાં ભાડે લેવાના બહાને ગીરવે મુકી છેતરપિંડી કરનાર 3 આરોપી વિરુધ્ધ કુલ 4 ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી કરી લીધી છે. સાથે સાથે છેતરપિંડીના ગુનામાં બેદરકારી દાખવનાર પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ ગુનાના મુળ સુધી પહોંચવા માટે એસીપીને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે, આખરે પોલીસ તપાસમાં શુ સામે આવે છે.
કોન્ટ્રાક્ટમાં ગાડી ભાડે લેવાના બહાને ગીરવે મુકી છેતરપિંડી કરનાર 3 આરોપી પકડાયા

મૌલિક ધામેચા, અમદાવાદ: ગાડી કોન્ટ્રાક્ટમાં ભાડે લેવાના બહાને ગીરવે મુકી છેતરપિંડી કરનાર 3 આરોપી વિરુધ્ધ કુલ 4 ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી કરી લીધી છે. સાથે સાથે છેતરપિંડીના ગુનામાં બેદરકારી દાખવનાર પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ ગુનાના મુળ સુધી પહોંચવા માટે એસીપીને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે, આખરે પોલીસ તપાસમાં શુ સામે આવે છે.

સેટેલાઈટ પોલીસની કસ્ટડીમાં રહેલા આ આરોપીના નામ ભરતસિંહ સોલંકી, પાર્થ  ઓડ અને કૌશલસિંહ ઉર્ફે મુન્નો ગોહિલ છે. આ ત્રીપુટીએ વોડાફોનના કોન્ટ્રાક્ટમાં ગાડી મુકવાના બહાને 15 લોકો પાસેથી ગાડી મેળવી લીધી હતી અને ગાડીનુ ન તો ભાડુ ચુકવ્યુ કે ન તો કોઈ વળતર આપ્યુ. પરંતુ જ્યારે ફરિયાદી એ તપાસ કરી ત્યારે જાણવા મળ્યુ કે, કોન્ટ્રાક્ટ માટે લીધેલી ગાડી ગીરવે મુકવામાં આવી છે. જેથી દોઢ મહીના પહેલા પોલીસને અરજી કરી તપાસ માટે જાણ કરવામાં આવી હતી પરંતુ પોલીસે તપાસ હાથ ધરી ન હતી. જેથી ઉચ્ચ પોલીસ અધિકારીને ધ્યાને આ વાત આવતા પોલીસે ફરિયાદ નોંધવા આદેશ કર્યો. જેમા એક જ દિવસમાં 4 ફરિયાદ નોંધાઈ.

સેટેલાઈટ અને વાસણા પોલીસે ગાડીની છેતરપિંડી અંગે તપાસ કરતા પાર્થ ઓડ કોન્ટ્રાક્ટના નામે ગાડી મેળવતો અને બાદમાં ભરત ગોહિલ અને કૌશલ ગોહિલને ગીરવે આપી દેતો હતો. આરોપીએ આવી એક બે નહી પરંતુ 15 ગાડીઓની છેતરપિંડી કરી હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. જેથી પોલીસે ગીરવે મુકેલી ગાડી કબ્જે કરવાની તજવીજ હાથ ધરી છે. પરંતુ ગુનામાં સૌથી મોટી બેદરકારી સેટેલાઈટ પોલીસ મથકના પીઆઈ પી ડી દરજીની છે. જેમણે દોઢ મહિના પહેલા મળેલી અરજીની તપાસ જ શરૂ કરી ન હતી. જેથી તેમને સસ્પેન્ડ કરી એસીપી એન ડિવીઝન દિવ્યા રવિયાને કેશની તપાસ સોંપવામાં આવી છે.

દિપન સોની નામના વેપારીએ સૌથી પહેલા ગાડીની છેતરપિંડીની અરજી કરી હતી. પરંતુ જેની તપાસ ન થતા આરોપીની હિમ્મત ખુલી અને એક બાદ એક 15 ગાડી ગિરવે મુકી દેવામાં આવી. આ ગાડીમાં કોઈ વકિલ અને બે પોલીસ કર્મચારીની પણ સંડોવણી સામે આવી છે. જે અંગે પોલીસે તપાસ આરંભી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે પોલીસ તપાસનો છેડો ક્યાં સુધી પહોંચે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news