સુરત: મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં સ્ટેટ ક્વોટામાં પ્રવેશ માટે ખૂબ મહત્વના એવા ડોમિસાઇલ સર્ટિફિકેટ ખોટી રીતે બનાવી આપવાનું રેકેટ પુણા પોલીસે ઝડપી પાડ્યું છે. આ રેકેટમાં ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી બે લેપટોલ, પ્રિન્ટર તથા કોળા કાગળ પર મામલતદારના સિક્કા હોય તેનો જથ્થો કબ્જે કર્યો હતો. આ સમગ્ર કૌભાંડમાં મામલતદારની પણ સંડોવણી હોય તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના પુણા પોલીસ મથકમાં ડો. અરવિંડ વિરડિયા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે અર્ચના સ્કુલ પાસે કાતરિયા એન્ડ કંપની દ્વારા મેડિકલ માટે જરૂરી એવા ડોમિસાઇલ સર્ટી, આવકનો બોગસ દાખલો હજ્જારો રૂપિયા વસૂલી આપવામાં આવી રહ્યા છે. જે ફરિયાદના આધારે પુણા પોલીસે મોડી રાતે કાતરિયા બંધુની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. જ્યાથી પોલીસે ભાવેશ કાતરિયા, અજય કાતરિયા, કલેકટરાયના જન સેવા કેન્દ્રના કોન્ટ્રાકટના મેનેજર રાહુલસિંહ તથા ત્યાના કર્મચાપી રોહિતને ઝડપી પાડ્યો હતો.

PM મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે, રાજકોટમાં કરશે પીવાના પાણીના પ્રોજેક્ટનું ઉદઘાટન


પોલીસે ઓફિસમાંથી બે લેપટોપ, પ્રિન્ટર તથા કોળા કાગળ પર મામલતદારના સિક્કાના ઢગલો કાગળો કબ્જે કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમા આ ચારેય આરોપીઓ દ્વારા જરૂરિયાત મંદ પાસેથી હજ્જારો રુપિયા વસુલી લેવામા આવતા હોવાનું બહાર આવ્યુ હતું. આ ઉપરાત જે ડોકયુમેન્ટ મળી આવયા છે તેમા પણ મામલતદારના સિક્કા તથા સહિ મળી આવ્યા હતા. 



જેથી હાલ એવી પણ શક્યતા વર્તાય રહી છે કે આખેઆખા કૌભાંડમા મામલતદાર તથા ત્યાના કર્મચારીઓની પણ સંડોવણી હોય શકે. હાલ પોલીસે આ ચારેય આરોપીઓના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન જ આ કૌભાંડમાં અન્ય કેટલા આરોપીઓની સંડોવણી છે તે જાણી શકાશે.