* સુરતમાં ડ્રગ્સનો કારોબાર મોટાપાટે ચાલી રહ્યો હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ
* એટલી ઉંડી પહોંચ કે આરોપીઓ પોલીસ પહોંચે તે પહેલા થઇ જાય છે ફરાર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેજસ મોદી/સુરત : શહેરમાંથી 1.31 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું. ક્રાઇમ બ્રાન્ચે આ રેકેટમાં સાત આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે. જેમાં સલમાન ઝવેરી, પજ્ઞેશ ઠુમમર, વિનય સહિતના આરોપીઓનો સમાવેશ થાય છે. પોલીસની તપાસમાં એક મહત્વનું નામ સતત આવી રહ્યું હતું તે છે આદિલ. સુરત શહેરમાં જ રહેતો આદિલ ડ્રગ્સના નેટવર્કનો મોટો ખેલાડી હોવાનું તપાસમાં આવ્યું હોવાથી તેની તપાસ કરવામાં આવતાં પોલીસ પણ ચોંકી હતી. આરોપીઓ પાસેથી મળેલા મોબાઈલ નંબરને આધારે ક્રાઇમ બ્રાન્ચ આદિલ સુધી પહોંચી હતી. જોકે પોલીસ આવે તે પહેલાં આદિલ ફરાર થઈ ગયો હતો.


પાયલોટ બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓને સરકારની મોટી ભેટ, આ પ્રકારે થશે ખાસ ટ્રેનિંગ


ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર આર સરવૈયાનું કહેવું છે કે અગાઉ પકડાયેલા આરોપી સલમાન ઝવેરી પાસેથી 1કિલો 11 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું હતું, આ ડ્રગ્સમાં અડધો હિસ્સો આદિલનો હતો. આદિલ છેલ્લા કેટલાક દિવસથી ફરાર હતો, જેની ધરપકડ કરવામાં આવી છે. સલમાન અને આદિલ એક પાર્ટીમાં દોઢ વર્ષ અગાઉ મળ્યા હતાં, જ્યાં તમેની દોસ્તી થઈ હતી. બાદમાં બંન્નેએ સાથે ધંધો શરૂ કર્યો હતો. આદિલ પણ ડ્રગ એડિકટ છે. આદિલ પોતે ડ્રગ્સ લેવાની સાથે વેચતો પણ હતો. 


લૂંટનો આરોપી તો ઝડપાઇ ગયો પણ વાત સાંભળી પોલીસની આંખોમાં પણ ઝળઝળીયા આવી ગયા !


આદિલની સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ કરવામાં આવશે, કારણ કે તે અનેક નાઈટ પાર્ટીમાં જતો હતો, ત્યારે કઈ કઈ પાર્ટી માં ક્યાં ક્યાં જતો હતો, તેની પાસેથી કોને ડ્રગ્સ ખરીદ્યું હતું તેમનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે. અને તમામની તપાસ કરવામાં આવશે. હજુ સુધી બૉલીવુડ કનેક્શન સામે નથી આવ્યું. પોલીસ ઉડાણ પૂર્વકની તપાસ કરી રહી છે. જોકે Ncb સહિત અન્યની અન્ય એજન્સીઓની મદદ લેવામાં આવી નથી. આદિલના પરિવારની પણ પૂછપરછ કરવામાં આવશે. આદિલનું આખું નામ આદિલ સલીમ નુરાની છે. સુરતના ઘોડદોડ વિસ્તારમાં આવેલી કરીમાબાદ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. સુરતના જુના આરટીઓ પાસે આવેલી કંસાર હોટલનો તે માલિક છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube