મુસ્તાક દલ, જામનગરઃ મોસ્કોથી ગોવાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની આશંકાને કારણે ફ્લાઇટનું જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. બોમ્બની અફવાને કારણે પોલીસ, બોમ્બ સ્ક્વોડ, એસપી, કલેક્ટર, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિતનો સ્ટાફ એરપોર્ટ પહોંચી ગયો છે. એરપોર્ટ પર ભારે હલચલ જોવા મળી રહી છે. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુસાફરોને નીચે ઉતારાયા
બોમ્બની અફવાને કારણે મોસ્કોથી ગોવા ફ્લાઇટનું જામનગર ઇમરજન્સી લેન્ડિંગ કરાવી દેવામાં આવ્યું છે. ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોને બહાર ઉતારી દેવામાં આવ્યા છે. બોમ્બ સ્ક્વોડ અને સુરક્ષાની અન્ય ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ફ્લાઇટ સહિત તમામ મુસાફરોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીની વિગત અનુસાર હજુ સુધી કોઈ ખતરાની વસ્તુ મળી નથી. આ ફ્લાઇટમાં 250 જેટલા મુસાફરો હોવાની શક્યતા છે. 
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube