ચેતન પટેલ/સુરત : સુરત રેલવે સ્ટેશન પરથી એક ગજબનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બુકિંગ ક્લાર્કે 60 કિલોમીટરની સ્પીડે 10 મિનીટ સુધી પેસેન્જર ટ્રેન હંકારી હતી. લોકો પાયલોટ સિવાય કોઈ ટ્રેન ન ચલાવી શકે, ત્યારે આ બુકિંગ ક્લાર્કે ગાડી ચલાવીને મુસાફરોના જીવ સાથે રમત રમી છે. આ અંગેનો વીડિયો સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં રેલવેની ઘોર બેદરકારી સામે આવી છે. લોકો પાયલોટ સિવાય અન્ય વ્યક્તિ ટ્રેન ચલાવતો હોવાનો વીડિયો સામે આવતા તેની ઓળખ કરવામાં આવી હતી. જેમાં ટ્રેન ચલાવનાર અઠવાલઈન્સ પીઆરએસનો બુકિંગ ક્લાર્ક રવિન્દ્ર મોરે નીકળઅયો હતો. કોઈ પણ અનુભવ વગર રવિન્દ્ર મોરેએ 60ની સ્પીડે 10 મિનીટ સુધી ટ્રેન ચલાવી હતી. જ્યાં લોકો પાયલોટ સિવાય કોઈ ટ્રેન ન ચલાવી શકે, ત્યાં આ બુકિંગ ક્લાર્ક તે ઉઘના સ્ટોપેજથી પણ આગળ લઈ ગયો હતો.


બીજી તરફ, આ ઘટનાનો વીડિયો સામે આવતા રેલવેએ તપાસ શરૂ કરી છે. સર્ટિફાઈડ લોકો પાયલોટ સિવાય કોઈ ટ્રેન ન ચલાવી શકે ત્યારે રવિન્દ્ર મોરેએ કેવી રેતી ટ્રેન ચલાવી, તથા તેને કોણે આ ટ્રેન ચલાવવા આપી તે બંનેની તપાસ કરવામાં આવી રહી છે. રવિન્દ્ર મોરેએ આ પહેલા પણ ટ્રેન ચલાવી છે કે નહિ તેની પણ તપાસ શરૂ કરાઈ છે. આસિસ્ટન્ટ લોકો પાઇલોટ પાસે પણ આ સત્તા હોતી નથી. આટલું જ નહિ પણ એન્જિનમાં પણ પરિચાલન સ્ટાફ સિવાય કોઈને પ્રવેશ કરવાની પરવાનગી હોતી નથી, ત્યારે કોની પરમિશનથી રવિન્દ્ર મોરે અંદર ઘૂસ્યો તે અંગે પણ તપાસ થઈ રહી છે.  


ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનામાં મુસાફરોના જીવ સાથે ચેડા થઈ રહ્યાં છે. ભારતમાં અનેકવાર રેલવે અકસ્માતો સામે આવતા હોય છે, ત્યારે જો આવી રીતે બુકિંગ ક્લાર્કના ગાડી ચલાવવાથી જો કોઈ અકસ્માત સર્જાત તો કોની જવાબદારી રહેત.