દારૂ પીવા આવેલા રિક્ષાચાલક સાથે બુટલેગરની પત્નીને ઘર્ષણ; એક મહિને થયો હત્યાનો ખુલાસો
એક માસ બાદ હત્યાના ગુનામાં અમરાઈવાડી પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી. જેમાં રમીલા ક્વન્ડર હર્ષ મોરે, અજય રાજપૂત અને અજય વાઘેલાની ધરપકડ કરતા પૂછપરછમાં હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં મળી આવેલ મૃતદેહમાં એક મહિના બાદ હત્યા સાબિત થતા પોલીસે હત્યાના ગુનામાં એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. મૃતકે દારૂ પીને ઝગડો કરતા આરોપીએ માર માર્યો હતો.
ગુજરાતમાં વરસાદનું જોર વધશે કે ઘટશે? જાણો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી
અમદાવાદના ખોખરા વિસ્તારમાં એક મહિના અગાઉ એટલે કે 10મી જુલાઈના કિશોર લેન્ડે ઉર્ફે ચોંટી મરાઠી નામના વ્યક્તિનો મૃતદેહ અમરાઈવાડી વિસ્તારમાં રીક્ષા માંથી લોહી લુહાણ હાલતમાં બિનવારસી મળી આવતા અમરાઈવાડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતક કિશોર લેન્ડે ઉર્ફે ચોંટી મરાઠી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપતા પોસ્ટમોર્ટમમાં માથાના ભાગે ગંભીર ઈજાઓના કારણે મોત થયાનું સામે આવતા અમરાઈવાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં એક માસ બાદ હત્યાના ગુનામાં અમરાઈવાડી પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી. જેમાં રમીલા ક્વન્ડર હર્ષ મોરે, અજય રાજપૂત અને અજય વાઘેલાની ધરપકડ કરતા પૂછપરછમાં હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
રાજ્યના 134 ગુલ્લીબાજ શિક્ષકો ઘરભેગા! પગતળે રેલો આવતાં નિદ્રામાંથી જાગી ગુજરાત સરકાર
ચારેય આરોપી રમીલા કવંડર હર્ષ મોરે, અજય રાજપૂત અને અજય વાઘેલાની પૂછપરછમાં પોલીસ સામે કબૂલાત કરી હતી કે એક માસ અગાઉ 9 જુલાઈની રાત્રે મૃતક કિશોર લેન્ડે ઉર્ફે ચોંટી મરાઠી ખોખરા વિસ્તારમાં દારૂ પીવા માટે આવ્યો હતો. એ સમયે રમીલા કવંડર સાથે દારૂ પીધા બાદ બોલાચાલી થઈ હતી. ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે રમીલા કવંડર સહીતના હર્ષ મોરે, અજય રાજપૂત અને અજય વાઘેલાએ કિશોર લેન્ડે ઉર્ફે ચોંટી મરાઠીને ગડદાપાટુનો માર સહીત ઈંટ અને લાકડીથી માર માર્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં કિશોર લેન્ડે ઉર્ફે ચોંટી મરાઠીને અમરાઈવાડી વિસ્તારમાં રીક્ષામાં બિનવારસી મૂકીને ફરાર થઇ ગયા હતા.
રક્ષાબંધન પર આકાશમાં જોવા મળશે અદ્ભુત નજારો, ચંદ્રની જેમ ચમકી શકે છે આ જાતકનું ભાગ્ય
કિશોર લેન્ડે ઉર્ફે ચોંટી મરાઠીની હત્યાની તપાસ કરતા પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક ખોખરા વિસ્તારમાં દેશી દારૂનો વેચાણ કરતી મહિલા આરોપી રમીલા કવંડર વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદો નોંધાયેલી છે. રમીલા કવંડરને ત્યાં દારૂ પીવા ગયો હતો. જ્યાં તેની બબાલ થતા અન્ય ત્રણ આરોપીઓએ તેને ઇંટો અને લાકડીઓ વડે માર માર્યો હતો. તાત્કાલિક સારવાર ન મળતા તેનું મૃત્યુ થયુ હતું.
1990માં મીનાક્ષી શેષાદ્રી આ હીરો સાથે કરતી હતી ગંદી મજાક, કહ્યું કે 'હું તેની સાથે..
સાથે જ આરોપીઓએ ખોખરા વિસ્તારમાં હત્યા કરી તેના મૃતદેહને અમરાઈવાડી પોલીસની હદ વિસ્તારમાં બિનવારસી છોડી પોલીસને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આરોપીઓએ હત્યાને અંજામ આપ્યા બાદ પણ પોતાના વિસ્તારમાં હત્યાના બનાવ બાબતે અજાણ હોય એ રીતે રહેતા હતા.