હવે કોનું માનવું! ગુજરાતમાં વરસાદનું જોર વધશે કે ઘટશે? જાણો અંબાલાલ અને પરેશ ગોસ્વામીની આગાહી

Gujarat Rain Alert: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં આગામી દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલે બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે..ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

પરેશ ગોસ્વામીની મોટી આગાહી

1/6
image

ગુજરાતમાં ચાલુ મહિનો એટલે કે ઓગસ્ટ માસમાં ખૂબ સારો વરસાદ વરસવાનો છે. 17થી 18 ઓગસ્ટે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય બનશે, જેથી 17થી 21 ઓગસ્ટ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ. જી હાં ગુજરાતના વિવિધ વિસ્તારમાં 1થી 3 ઈંચ સુધી વરસાદ વરસી શકે છે. તો 22થી 30 ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનવાની પણ આગાહી કરી છે. એટલે કે 22 તારીખ પછી ગુજરાતમાં સારો વરસાદ પડશે.

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી

2/6
image

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 12 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે. મહેસાણા, બેચરાજી, સાબરકાંઠાના ભાગે ખેડબ્રમ્હાના ભાગો અને અન્ય ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.

3/6
image

રાજ્યમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.

4/6
image

ગુજરાત ઉપર એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે આગામી 48 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ બે દિવસ બાદ સિસ્ટમ નબળી થતાં રાજ્યમાં હળવો વરસાદની માહોલ રહેશે. આ સાથે આગામી સાત દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદથી ઝાપટાં રહેવાની શક્યતાઓ છે. જ્યારે આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા થશે.

5/6
image

અંબાલાલ પટેલે કહ્યું કે 15 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ સક્રિય થતાં 17થી 24 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા ગુજરાતમાં ભુક્કા બોલાવશે. આ દરમિયાન રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. એટલે કો ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં અતિ ભારે વરસાદ થવાને કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. 

6/6
image

અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હાલમાં જે વરસાદી ઝાપટા પડી રહ્યાં છે તે આગામી દિવસોમાં વધી શકે છે. તેમણે કહ્યું કે 14 ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે.