નરેશ ભાલિયા/રાજકોટ: શહેરના ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી કરીને મોટી કમાણી સાથે સાથે આરોગ્યવર્ધક ખેત ઉત્પાદન મેળવીને લોકોને પ્રેરણા આપી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'આઈ લવ યુ મમ્મી પપ્પા બહેન...મારું તમારું આટલું જ લખ્યું હતું, હવે ચિંતા ના કરતા...'


રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળના ખેડૂતો હાલ દરેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. બોરડી સમઢીયાળના રિટાયર્ડ બેન્ક મેનેજર અને ખેડૂત પુત્ર મોહનભાઇ પાઘડારે ખેડૂતો માટે પ્રેરણા રૂપ બન્યા છે, મોહનભાઇ તેના બાપદાદાની ખેતીના ધંધામાં કઈક નવું કરવાની નેમ સાથે ખેતી શરૂ કરી અને તેવો પારંપરિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. તેવોની 20 વીઘા ખેતીની જમીનમાં તેવોએ ગાયના ગૌમૂત્રમાંથી પ્રાકૃતિક ખાતર અને દવા બનાવીને તેવોએ ખેતીની જમીન પાક વાવવાનું શરૂ કર્યું.


ખેડૂતો હવે ભંગાર પડેલા ટ્રેક્ટરને કરાવી શકશે EV, ખાસિયતો જાણીને તાત્કાલિક લેવા દોડશો


છેલ્લા 7 વર્ષથી તેવો પ્રાકૃતિક ખેતી કરીને મોટી કમાણી કરી રહ્યા છે. દર વર્ષે તેવો અલગ અલગ પાકનું વાવેતર કરીને સારું અને ગુણવતા વાળા પાકનું ઉત્પાદન કરે છે અને હાલ 20 વિઘા જમીનમાં પ્રાકૃતિક ઘઉં અને ધાણાનું વાવેતર કર્યું છે, જ્યારે પ્રાકૃતિક ઘઉંના ભાવ મોહન ભાઈને 800 રૂપિયા જેવા મણના મળે છે. જ્યારે રાસાયણિક ખેતીમાં ઘઉંના ભાવ 400 રૂપિયા જેવા મણ મળે છે, એટલે પ્રાકૃતિક ખેતીમાં સારા પાક સાથે સારી કમાણી કરી શકાય છે અને મોહન ભાઈને ખેતરમાંજ પાકનું વેચાણ થઈ જાય છે તેવું જણાવ્યું હતું.


'આઈ લવ યુ મમ્મી પપ્પા બહેન...મારું તમારું આટલું જ લખ્યું હતું, હવે ચિંતા ના કરતા...'


સાથે જ પ્રાકૃતિક ખેતી કરવા પાછળનું કારણ મોહનભાઇ આપે છે કે હાલ જે રાસાયણિક ખાતરના ઉપયોગથી આજની ખેતરોની જમીન બગડી રહી છે અને ઉત્પાદિત પાક પણ રાસાયણિક ખતરથી પકાવેલ હોવાથી લોકોની તંદુરસ્તી પણ ખરાબ થઈ રહી છે. ઘણા લોકો કેન્સરના ભોગ બન્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતીથી લોકોના આરોગ્ય પણ સુધરશે, જેને લઈને મોહનભાઇ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. અને વર્ષે 10 લાખની કમાણી કરી રહ્યા છે અને સારી ઉપજ મેળવી રહ્યા છે.


Rajkot: રંગીલું રાજકોટ ફરી એકવાર રક્તરંજીત બન્યું! મનપાના કર્મીની કરાઈ કરપીણ હત્યા


મોહનભાઈએ કરેલ પ્રાકૃતિક ખેતી અન્ય ખેડૂતો માટે ઉદાહરણ રૂપ છે. પ્રાકૃતિક ખેતી દ્વારા તેવોએ આરોગ્ય પ્રદ પાકોનું ઉત્પાદન સાથે સાથે મોટી કમાણી પણ કરે છે જે જોવા માટે અન્ય ખેડૂતો પણ મોહનભાઈની આ ખેતી જોવા માટે આવે છે અને શીખે પણ છે. આજે રાસાયણિક ખેતીથી જમીન બગાડવા સાથે સાથે લોકોના આરોગ્ય પણ બગડી રહ્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતીએ આજની જરૂરિયાત છે. મોહનભાઇ જેવા લોકો અન્યને પ્રેરણા લઈને લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે જરૂરી છે.