Botad News બોટાદ : ઘોર કળિયુગ આવ્યો છે. લોકોમાં માનવતા ભૂલાઈ છે. લોહીના સંબંધોને લોકો સાચવી શક્તા નથી, તો પછી બહાર તો શું. માણસ દિવસેને દિવસે ક્રુર બની રહ્યો છે. કેટલાક લોકોમાં વિકૃતિ પેદા થઈ રહી છે. ઘરના વડીલોને જ્યાં પૂજવામા આવે છે, ત્યાં એક નરાધમે 81 વર્ષીય વૃદ્ધા પર નજર બગાડી હતી. બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે ૮૧ વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. 81 વર્ષીય વૃદ્ધાનું દુષ્કર્મ કરી તેમની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. જોકે, બોટાદ પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને પકડી પાડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, આ બનાવ 3 જુનના રોજ બન્યો હતો. બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે 81 વર્ષીય ધનીબેન મોહનભાઈ મેતલીયા પોતાના મકાનમાં એકલા રહેતા હતા. ગઈકાલે બપોર બાદ ધનીબેનનો મૃતદેહ તેમના ઘરમાંથી મળ્યો હતો. પાળીયાદ બસ સ્ટેન્ડ સામે ખોડીયાર માતાજીના મઢ પાસે રહેતા ધનીબેનની તેમના જ મકાનમાં દુષ્કર્મ કરી હત્યા કરાઈ હતી. વૃદ્ધા સાથે દુષ્કર્મ કરાયા બાદ તેમનુ ગળુ દબાવીને ગળે ફાંસો અપાઈ હતો. જેથી તેમનુ મોત નિપજ્યુ હતું.


તૌકતે જેવું વાવાઝોડું ફરી ત્રાટકશે, આ તારીખે ગુજરાતના આ શહેરોમાંથી પસાર થશે


ભોગ બનનાર મૃતક મહિલાને એક દીકરો તેમજ ત્રણ દીકરી છે. તમામ દીકરીઓ હાલ સાસરે છે. જ્યારે દીકરો વડોદરા ખાતે રહે છે. પાળીયાદ ખાતે મૃતક એકલા રહેતા હતા. તેથી વૃદ્ધાની મોતની જાણ થતા જ તેમના સંતાનો પણ દોડી આવ્યા હતા. તો બીજી તરફ, પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક આરોપીની શોધખોળ હાથ ધરી હતી. તાત્કાલિક અસરથી ડીવાયએસપી મહર્ષિ રાવલ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. 


ગુજરાતી માછીમાર પાકિસ્તાનમાં પણ રૂપિયા કમાઈને ઘરે આવ્યો, જેલમાં બેઠા બેઠા કર્યો કમાલ


આ ઘટના બાદ બોટાદ પોલીસ દોડતી થઈ હતી. આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરાયા હતા. વૃદ્ધાની હત્યાને લઈને પાળીયાદ પોલીસે નાકાબંધી કરી અલગ અલગ ટીમો બનાવી હતી. આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગણત્રરીની કલાકોમાં આરોપી હરેશભાઈ વેલશીભાઈ ગાબુને પાળીયાદ ગામના વાડી વિસ્તારમાંથી દબોચી લીધો હતો. પાળીયાદ પોલીસે હત્યારાને પકડી વધુ તપાસ હાથ ધરી છે. આઈપીસી કલમ 302, 376 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.


રાજ્યસભાની ચૂંટણી : ભાજપ વન વે જીતશે પણ કોણ કપાશે, આ નેતાઓ થઈ શકે છે ઘરભેગા


આરોપી સુધી કેવી રીતે પહોંચી પોલીસ
ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું કે, અમે વૃદ્ધ મહિલાના પાડોશીઓને પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, ગાબુ નામનો વ્યક્તિ કેટલાક દિવસોથી વૃદ્ધાના મકાનની આસપાસ સતત અવરજવર કરી રહ્યો હતો. તે સાથે જ પોલીસને ઘટનાના સમય દરમિયાનનો એક આઈ વિટનેસ પણ મળ્યો, જેણે ગાબુને વૃદ્ધાના મકાન પાસે જોયો હતો. આ બાદ પોલીસે ગાબુને શોધી કાઢ્યો હતો. 


અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું, આ દિવસે ગુજરાતમાં આવશે વાવાઝોડું