તૌકતે જેવું વાવાઝોડું ફરી ત્રાટકશે, આ તારીખે ગુજરાતના આ શહેરોમાંથી પસાર થશે
Gujarat Weather Forecast : 12 થી 14 જુન વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી છે. 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જે પોરબંદર અને કચ્છના નલિયા વચ્ચે લેન્ડફોલ કરી તેવી શક્યતા છે
Trending Photos
Ambalal Patel Prediction : અરબી સમુદ્રમાં જ્યારે જ્યારે તોફાન ઉઠે છે ત્યારે ત્યારે ગુજરાત પર મોટી ઘાત ઉભી થાય છે. અરબી સમુદ્રમાંથી ઉઠતા વાવાઝોડા ગુજરાતના દરિયા કાંઠાને ભારે નુકસાની લાવે છે. આવામાં ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ ઉભુ થયું છે. ત્યારે શુ આ વાવાઝોડું ગુજરાતમાં ક્યારે અને ક્યા ક્યા ટકરાશે તે જાણવાની તમને તાલાવેલી હશે. ત્યારે હવામાન વિભાગ પાસેથી મળેલી લેટેસ્ટ માહિતી પર એક નજર કરીએ.
વાવાઝોડું ક્યારે ત્રાટકશે
અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ બનવાની છે. આ સાયક્લોનિક સિસ્ટમને બિપોરજોય નામ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં જે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તે બિપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય વાવાઝોડું ગુજરાત પાસે આવી રહ્યું છે. પણ રાહતના સમાચાર એ છે કે, આ વાવાઝોડું ગુજરાતના દરિયા પર નહિ ટકરાય. બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે. ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠાને બાયપાસ કરીને પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતા છે. 10 જુને આ વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે અને 12 જુને તે પાકિસ્તાનમાં ટકરાશે. પરંતુ ચક્રવાતની હાજરીને કારણે તેની ગુજરાત પર મોટી અસર જોવા મળી શકે છે.
ગુજરાતમાં ક્યાંથી પસાર થશે વાવાઝોડું
12 થી 14 જુન વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી છે. 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જે પોરબંદર અને કચ્છના નલિયા વચ્ચે લેન્ડફોલ કરી તેવી શક્યતા છે. વાવાઝોડું 13 જુનના રોજ ગુજરાતના દરિયાકાંઠે પહોંચી જશે તેવી શક્યતા છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર, 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જેના બાદ 12 થી 14 જુન વચ્ચે ચક્રવાત આવશે. હાલ ચક્રવાતની તમામ હિલચાલ પર નજર રાખવામા આવી રહી છે. સાથે જ ચક્રવાતની તીવ્રતા કેટલી છે તેના પર પણ ફોકસ કરાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં ઉદ્દભવેલું બાયપોરજોય ચક્રવાત ધીમે ધીમે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.
ગુજરાત પર શું અસર થશે
ગુજરાત પાસેથી ચક્રવાત પસાર થવાને કારણે સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે, 13 થી 14 જૂન સુધી ગુજરાતના દરિયાકાંઠે તોફાની સ્થિતિનું જોખમ છે. જો વાવાઝોડું વિખેરાઈ જાય તો તેના અવશેષો કરાચી, પાકિસ્તાન તરફ આગળ વધી શકે છે. 12, 13 અને 14 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની તૈયારી કરો. વધુમાં, દરિયાકાંઠે 50 થી 100 કિમી સુધીના પવનની ઝડપની અપેક્ષા રાખો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે