બોટાદ : કાયદાના રક્ષક જ ભક્ષક બને ત્યારે આમ જનતા ન્યાય માટે જાય તો જાય ક્યાં તેવી ઘટના બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સમઢીયાળા ગામે બની છે. અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા ઇસમે છેતરપિંડીનો કેસ પરત ખેંચી લેવા માટે તેના જ ગામના આધેડ પર હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona update: નવા 1272 દર્દી, 1050 દર્દી સાજા થયા, 14 લોકોનાં મોત નિપજ્યાં


સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સમઢીયાળા ગામે નારણભાઈ ગઢવી નામના વ્યક્તિ પર અમદાવાદ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા વલકુભાઈ ગઢવી નામના ઈસમે અન્ય ત્રણથી ચાર લોકો સાથે મળી અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ગઢડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનાર વ્યક્તિએ હુમલો કરનાર કોસ્ટબલ વલકુભાઈ ગઢવી સામે છેતરપિંડીનો કેસ કરેલો છે. 


શું તમે કોરોના કોલરટ્યુનથી છો પરેશાન? ચપટી વગાડતા જ આ કોલર ટ્યુન થઇ જશે બંધ, આ રહી સરળ ટ્રીક !


જે કેસ પરત ખેંચી લેવા માટે તેને વારંવાર દબાણ કરવામાં આવતુ હતું અને આજે જ્યારે ભોગ બનનાર પોતે વોકિંગ માટે નીકળ્યા હતા. ત્યારે કોનસ્ટેબલ વલકુભાઈ ગઢવી અને તેના પિતા સહિતના ત્રણથી ચાર ઈસમોએ ટીલશન હથિયાર અને બોથડ પદાર્થ વડે હુમલો કરતાં નારણભાઈને ઇજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાના પગલે પોલીસ આપ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઈજાગ્રસ્તનું નિવેદન નોંધી હુમલો કરનાર પોલીસ કોન્સ્ટેબલ સહિતના  ઇસમોને રાઉન્ડ અપ કરી લીધા હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર