ગોપીનાથજી મંદિરનું રાજકારણ ગરમાયું, બે સ્વામીને બે વર્ષ માટે કરાયા તડીપાર
ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારી સ્વામીને બે વર્ષ માટે તડીપારનો હુકમ કરાયો છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા એસ.પી. સ્વામી અને સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીને 6 જિલ્લામાંથી હદપાર રહેવાનો હુકમ કરાયો છે. બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ નહિ કરવા હુકમ કરાયો છે. જો હુકમ કરેલ 6 જિલ્લામાં એસ.પી.સ્વામી અને સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી પ્રવેશ કરશે તો કાયદા મુજબ કાર્યવાહી કરવાનો હુકમમાં ઉલ્લેખ કરાયો છે. હદપાર ન હુકમ સામે જો વાંધો રજૂ કરવો હોય તો હુકમની તારીખ 31 મે થી 30 દિવસમાં રાજ્ય સરકારમાં અપીલ કરી શકાશે.
રઘુવીર મકવાણા/બોટાદ :ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારી સ્વામીને બે વર્ષ માટે તડીપારનો હુકમ કરાયો છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા એસ.પી. સ્વામી અને સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીને 6 જિલ્લામાંથી હદપાર રહેવાનો હુકમ કરાયો છે. બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ નહિ કરવા હુકમ કરાયો છે. જો હુકમ કરેલ 6 જિલ્લામાં એસ.પી.સ્વામી અને સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી પ્રવેશ કરશે તો કાયદા મુજબ કાર્યવાહી કરવાનો હુકમમાં ઉલ્લેખ કરાયો છે. હદપાર ન હુકમ સામે જો વાંધો રજૂ કરવો હોય તો હુકમની તારીખ 31 મે થી 30 દિવસમાં રાજ્ય સરકારમાં અપીલ કરી શકાશે.