રઘુવીર મકવાણા/બોટાદ: બોટાદ પોલીસે શહેરમાં આવેલ પકાશેઠની વાડી વિસ્તારમાં રેડ કરી રહેણાંકી મકાનમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસની રેડ દરમ્યાન દેહવ્યાપાર કરાવતી બે મહિલા અને આઠ ગ્રાહકો મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી કાર, મોબાઈલ, બાઈક મળી કુલ રૂ. 1057720 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આઠ શખ્સો વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે ડમી ગ્રાહક મોકલી રેડ કરી
બોટાદ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગઈકાલે (શુક્રવાર) સાંજના સમયે ડમી ગ્રાહક મોકલી રેડ કરી શહેરમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. બોટાદ પોલીસે કરેલ રેડ દરમ્યાન બે દેહવ્યાપાર કરાવતી બે રુપલલનાઓ તેમજ આઠ ગ્રાહકો મળીઆવતા કાર્યવાહી હાથ ધરી હતી. 


રૂપલલાઓને બોલાવી ચાલતો હતો દેહવ્યાપાર
બોટાદ શહેરનાં પકાશેઠની વાડી વિસ્તારમાં રહેતા મુંનાભાઈ જોગરાણા તેઓ પોતાના રહેણાંકી મકાનમાં બહારથી રૂપલલાઓને બોલાવી દેહવ્યાપાર કરતા હોવાની બોટાદ પોલીસને બાતમી મળી હતી. જે બાબતે બોટાદ પોલીસે ડમી ગ્રાહક તૈયાર કરીને શહેરનાં પકાશેઠની વાડી વિસ્તારમાં રહેતા મુંનાભાઈ જોગરાણાના રહેણાંકી મકાનમાં મોકલેલ અને ત્યારબાદ પોલીસ મકાનમાં રેડ કરી હતી. 


એક ગ્રાહકના 1000 રૂપિયા લેવામાં આવતા
તે દરમ્યાન મકાનના બંને રૂમમાંથી બે મહિલાઓ તેમજ આઠ લોકો મળી આવતા પોલીસે વધુ તપાસ કરતા બંને મહિલાઓ સુરતની હોવાનું તેમજ તેને દેહવ્યાપાર માટે બોલાવેલ અને એક ગ્રાહકના 1000 રૂપિયા લેવામાં આવતા હતા જેમાં ૫૦૦ રૂપિયા મહિલાના અને 500 મુંનાભાઈ જોગરાણા રાખતો હોવાનું પોલીસને મુંનાભાઈ જોગરાણાએ જણાવ્યું હતું.


બે રૂપલલનાઓ સહિત 8 ગ્રાહકો મળ્યા
બોટાદના પકાશેઠ ની વાડી વિસ્તારમાં રહેણાંકી મકાનમાં ચાલતું કુટણખાના પર પોલીસે રેડ કરેલ જે દરમ્યાન સુરતની બે રુપલલનાઓ તેમજ 8 ગ્રાહકો મળી આવતા પોલીસે મોબાઈલ ફોન, કાર, બાઈક મળી કુલ રૂ. ૧૦૫૭૭૨૦ નો મુદ્દામાલ કબજે કરી ૮ શખ્સો વિરૃધ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.