ઝી ન્યૂઝ/બોટાદ: રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. જેના કારણે ભાજપ દ્વારા એક અભિયાન પણ છેડાયું અને કાર્યકરોને ટ્રેનિંગ આપવામાં આવી. હવે આ કેસમાં વધુ એક વધારો થયો છે. બોટાદના પી.એસ.આઈ.નું  પણ હાર્ટ એટેકના કારણે મોત થયું છે. પ્રવીણભાઈ એસ.આસોડા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. મોડી રાત્રે એટેક આવતા મોત થયું હતું. પી.એસ.આઈ.ના મોતને લઈ પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રની વર્ચ્યુઅલ બેઠક બાદ ઋષિકેશ પટેલનું મોટુ નિવેદન, 'લોકોએ સાવચેત રહેવાની જરૂર'


આ વિશે મળતી માહિતી પ્રમાણે, બોટાદ ટાઉન પોલીસના PSI પ્રવીણ અસોડાનું દુ:ખદ નિધન થયું છે. બોટાદ સર્કિટ હાઉસ ખાતે હાર્ટ એટેકથી PSI પ્રવિણ અસોડાનું નિધન થતાં પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. નોકરી કરીને સર્કિટ હાઉસ ખાતે આવ્યા બાદ PSI પ્રવિણ અસોડાને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમણે જીવ ગુમાવ્યો હતો. 10 મહિના પહેલા અમદાવાદથી પ્રમોશન સાથે psi અસોડાની બોટાદ બદલી થઈને આવેલા હતા. હાલ PSI આસોડાના નિધનથી પોલીસ બેડામાં શોકની લાગણી જોવા મળી રહી છે.


ગુજરાતના ખેડૂતો આનંદો! કૃષિ વીજ જોડાણોને લઈ રાજ્ય સરકારે લીધો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય


મહત્વનું છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે હાર્ટ એટેકના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2023માં 27 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022માં 108 ને રાજ્યમાંથી 4549 કોલ મળ્યા હતા. જ્યારે વર્ષ 2023માં 108 ને હૃદયરોગના હુમલા સબંધિત 5787 કોલ મળ્યા છે. 


30 દાયકા બાદ બની રહ્યો છે ખાસમખાસ નવપંચમ રાજયોગ, આ 4 રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે


ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022 કરતા વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં હાર્ટ એટેકના હુમલા સબંધિત કોલમાં ઉછાળો આવ્યો છે. વર્ષ 2023માં હાર્ટ એટેકના હુમલા સબંધિત 45.48 ટકા કોલ વધ્યા. વર્ષ 2022 માં ફેબ્રુઆરી મહિનામાં 108ને 4019 કોલ મળ્યા હતા, જયારે વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં 108 ને 5847 કોલ મળ્યા છે.