આખરે ફરી એ સમય આવી ગયો! ગુજરાતમાં હવે લોકોએ સાવચેત રહેવાની જરૂર, ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

કોરોના વાયરસ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, દેશ અને રાજ્યમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં 2141 કોરોનાના એક્ટિવ કેસ છે. આ તમામ કોરોના કેસ HBB 1.6 સબ વેરિયન્ટના જોવા મળી રહ્યા છે.

આખરે ફરી એ સમય આવી ગયો! ગુજરાતમાં હવે લોકોએ સાવચેત રહેવાની જરૂર, ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

Coroan News: ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે લોકોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે. પરંતુ હાલ કોઈ સિરીયસ લઈ રહ્યું નથી. બીજી બાજુ કોરોના વાયરસના કેસ વધતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. કેન્દ્રની વર્ચ્યુઅલ બેઠક બાદ આરોગ્યમંત્રીએ લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. 

કોરોના વાયરસ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, દેશ અને રાજ્યમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં 2141 કોરોનાના એક્ટિવ કેસ છે. આ તમામ કોરોના કેસ HBB 1.6 સબ વેરિયન્ટના જોવા મળી રહ્યા છે. બીજી બાજુ 10-11મીએ રાજ્યની કોરોના હોસ્પિટલમાં મોકડ્રીલ કરાશે અને રાજ્યમાં કોરોનાના કેસ વધશે તો પણ આરોગ્ય વિભાગ કેટલું તૈયાર છે તેની ખાતરી કરાશે. આ સિવાય હોસ્પિટલોમાં ઓક્સિજન, વેન્ટીલેટર, દવાનો જથ્થોની માહિતી મેળવવા માટે આવશે. ગત અઠવાડિયા કરતાં આ અઠવાડિયામાં કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ તેમ છતાં સરકાર કોઈ બાંધછોડ કરવા માંગતી નથી.

તેમણે ઉમેર્યું હતું કે, ભારત દુનિયામાં કોરોના બાબતે સતર્ક છે. ગુજરાતમાં અત્યારે XBB1.6 વેરિઅન્ટનો સબવેરિએન્ટ છે, તે અત્યારે ઘાતક દેખાતો નથી. પરંતુ  XBB1.6નો ફેલાવો વધારે છે. કો મોર્બીડ દર્દી અને સિનિયર સિટિઝનઓ પર વિશેષ ધ્યાન આપવું તેવી મહત્વની સૂચના કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા દ્વારા આપવામાં આવી છે. આ સિવાય તેમણે જણાવ્યું કે, ઉંમરલાયક વ્યક્તિઓમાં જો કોરોનાના લક્ષણો જણાય તો કોરોના ટેસ્ટ કરાવી તાત્કાલિક સારવાર શરૂ કરાવી દેવી જોઈએ. 

મહત્વનું છે કે, રાજ્યમાં કોરોના કેસ વધતાં વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યું છે. પરંતુ હાલ ગુજરાતના મોટા ભાગના રાજ્યો પાસે વેક્સીનનો પુરતો જથ્થો નથી, જેથી કેન્દ્ર પાસે વેક્સીનની માગણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી ટૂંક સમયમાં વેક્સીન પણ મળી જશે.

નોંધનીય છે કે, ગુજરાત સહિત દેશમાં કોરોના કેસ વધતા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ વર્ચ્યુઅલી સામેલ થયા હતા. આ બેઠકમાં આરોગ્ય વિભાગ, નીતિ આયોગ, NTAGIના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ નવા વેરિઅન્ટને ફેલાવતા અટકાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news