Heart AttacK Death : બોટાદના કુષ્ણ સાગર તળાવમાં કાળઝાળ ગરમીમાંથી ઠંડક મેળવવા માટે પાંચ જેટલા તરુણો ન્હાવા ગયા હતા.  પરંતુ દુર્ભાગ્યવશ પાંચેય કિશોરોના કોઈકારણોસર ડૂબી જતા તેમના કરૂણ મોત નિપજ્યા છે. પાંચેય તરુણો બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં ન્હાવા ગયા હતા અને ડુબી ગયા હતા. ત્યારે દુખદ વાત એ છે કે, એક તરુણના પરિવારને જેમ આ સમાચાર મળ્યા તો તેના પિતાને હાર્ટએટેક આવ્યો હતો. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં 5 નવજવાન કિશોરો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. આ ઘટનાને પગલે એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઘટનામાં ભોગ બનનાર તમામ તરૂણ બોટાદ શહેરના મહંમદ નગર વિસ્તારના રહેવાસી હતા. ઘટનાની જાણ થતા એસપી સહિતનો પોલીસ કાફલો અને રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચીને તળાવમાંથી તેમના મૃતદેહો શોધવાની કામગીરી આરંભી હતી. પાંચેય તરુણોના મૃતદેહો મળી આવ્યા હતા. 


43 અને 44 ડિગ્રી તાપમાનથી મુક્તિ ક્યારે મળશે? આવી ગયા હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ


મૃતક કિશોરોના નામ
૧-અહેમદ વઢવાણિયા ઉંમર ૧૬
૨-અશરફ વઢવાણીયા ઉંમર ૧૩
૩-જુનેદ કાજી ઉંમર ૧૭
૪-અશદ ખંભાતી-ઉંમર ૧૬
૫-ફૈઝાન ગાંજા ઉંમર ૧૬


આ ઘટનામાં બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર રહતો જુનેદ અલ્તાફભાઈ કાજી (ઉ.વ. 17) નું પણ મોત નિપજ્યું હતું. દીકરાના મોતના સમાચાર બપોરે પરિવાર પાસે પહોંચ્યા હતા. એકના એક પુત્રનું મોત થતા જ જુનૈદના પિતા અલ્તાફભાઈ કાજીને ભારે આઘાત લાગ્યો હતો. તેમને હાર્ટએટેક આવ્યો હતો. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. હાલ તેઓ બોટાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 


ગેનીબેને ઉઠાવ્યો નવો મુદ્દો, ધર્મ પરિવર્તનને લઈને કહી આ મોટી વાત


બોટાદ શહેરના કૃષ્ણ સાગર તળાવમાં ડૂબી જવાથી પાંચ મુસ્લિમ તરુણના મોત થયા છે. જેન લઈ મુસ્લિમ સમાજમાં શોકનો માહોલ છવાય ગયો છે. પાંચેય પરિવારમાં માતમનો માહોલ જોવા મળ્યો.