રઘુવીર મકવાણા/બોટાદ: હાલ સમગ્ર દેશમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડ સ્પીકર ઉતારી દેવાનો મુદ્દો ખુબ જ ચર્ચામાં છે. હવે મહારાષ્ટ્રથી રેલો સીધો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. બોટાદમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડ સ્પીકરને ઉતારી દેવા મામલે વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખને ધમકી મળી હોવાની માહિતી સામે આવી છે. બોટાદના કુખ્યાત સીરા ડોને VHPના શહેર પ્રમુખ મોન્ટુ માળીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જોકે છેલ્લે મળતી માહિતી પ્રમાણે બોટાદમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડ સ્પીકર ઉતારી લેવાની ધમકી આપનારા કુખ્યાત સીરા ડોનની ધરપકડ કરી લેવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા બપોરે શહેરના નાગલપર દરવાજા નજીક કુખ્યાત સીરા ડોને મોન્ટુ માળીને ધમકી આપી હતી. જેમાં સીરા ડોને ધમકી આપતા જણાવ્યું હતું કે, 'જો લાઉડ સ્પીકર નહી ઉતારે તો ધંધુકાના કિશન ભરવાડવાળી થશે' તેવી ધમકી આપી હતી. આ મામલે મોન્ટુ માળીએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.


CM ભૂપેન્દ્ર પટેલે આજે સોનાનો સુરજ ઉગાડ્યો! મહેસૂલી પ્રક્રિયા સરળ બનાવવા કર્યો મહત્વપૂર્ણ નિર્ણય


મહત્વનું છે કે, કુખ્યાત સીરા ડોનના નામે ઓળખાતા આ શખ્સ સામે અગાઉ અનેક ફરિયાદ થયેલી છે. ત્યારે હવે VHPના પ્રમુખને ધમકી આપવા મામલે બોટાદમાં ફરિયાદ થઈ છે. પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સીરા ડોનની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે.


નોધનીય છે કે, બોટાદના ગુનાહિત ઈતિહાસ ધરાવતો સીરા ડોને વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર ઘટના ખુબ જ ચર્ચામાં આવી છે. શહેરમાં ધાર્મિક સથળો પર બાંધેલા લાઉડ સ્પિકરને ઉતારી લેજે તેમ કહી સીરા ડોન નામના શખ્સે ધમકી આપતા ચારેબાજુ વિવાદના સૂર ઉઠ્યા છે. ગત તારીખ 05-05-2022 ના રોજ બપોરે શહેરના નાગલપર દરવાજા નજીક વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખને બોલાવીને ધંધુકાના કિશન ભરવાડવાળી થશે તેવી ધમકી આપી હતી.


બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા મોટી અસરો શરૂ, ગુજરાતમાં પવનની પેટર્ન બદલાઈ ગઈ, જાણો શું કહે છે આગાહી?


તમને જણાવી દઈએ કે સીરો ડોન પર ભુતકાળમાં અનેક ગુનાઓ નોધાયેલા છે. ત્યારે સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગઈકાલે (શુક્રવાર) બોટાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube