* જૂનાગઢમાં આજથી પ્રાણી સંગ્રહાલયો અને સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્યા
* જૂનાગઢ ખાતે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્ક ખુલ્યા
* સાસણ નજીકનો દેવળીયા સફારી પાર્ક પણ ખુલ્યો
* કોરોનાને લઈને 6 મહિનાથી ઝુ અને સફારી પાર્ક હતા બંધ
* નવી ગાઈડલાઈન અનુસાર ઝુ અને સફારી પાર્કમાં પ્રવાસીઓનું આગમન
* લાંબા સમય પછી પ્રવાસીઓ માણી રહ્યા છે વન્ય જીવનનો લ્હાવો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢ: શહેરમાં આજથી પ્રાણી સંગ્રહાલયો અને સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલી ગયા છે. જૂનાગઢ ખાતે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્ક ખુલ્યા તો સાસણ નજીકનો દેવળીયા સફારી પાર્ક પણ વહેલી સવારે ખુલી ગયો છે. કોરોનાને લઈને 6 મહિનાથી ઝુ અને સફારી પાર્ક બંધ હતા હવે નવી ગાઈડલાઈન અનુસાર ઝુ અને સફારી પાર્કમાં પ્રવાસીઓનું આગમન થઈ રહ્યું છે અને લાંબા સમય પછી પ્રવાસીઓ વન્ય જીવનનો લ્હાવો લઈ રહ્યા છે.


કચ્છ: બોર્ડર નજીકના ગામમાં વિમાનોના ચક્કરથી ગામમાં ફફડાટ, પોલીસે આવીને તપાસ કરી તો...


જૂનાગઢ ખાતે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આજે પ્રવાસીઓ માટે ખુલ્યું, કોરોના સબબ 6 મહિનાથી સક્કરબાગ ઝૂ અને સફારી પાર્ક બંધ હતા. સરકારની ગાઈડલાઈન મુજબ આજથી શરૂઆત થતાં માસ્ક, સેનેટાઈઝર અને સોશ્યલ ડિસ્ટન્સ ના નિયમોના પાલન સાથે પ્રવાસીઓએ સક્કરબાગ ઝૂ ની મુલાકાત કરી હતી. પ્રવાસીઓ સક્કરબાગમાં ઝૂ અને સફારી પાર્ક બંન્ને એક જ જગ્યાએ વન્ય પ્રાણીઓ નિહાળી શકે છે. સક્કરબાગ ઝૂમાં એશિયાટીક સિંહો સહીતના 1500 થી વધુ પશુ પક્ષીઓ જોવાનો પ્રવાસીઓને લાભ મળે છે. પ્રવાસીઓ માટે સક્કરબાગ ઝૂ ખાતે વન વિભાગ દ્વારા નવા નિયમ મુજબ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.


કોંગ્રેસના નેતા અહેમદ પટેલને કોરોના, ટ્વીટ કરીને આપી માહિતી


આ તરફ સાસણ નજીકનો દેવળીયા સફારી પાર્ક પણ આજે પ્રવાસીઓ માટે ખુલ્યો, વહેલી સવારે સફારી પાર્કની મુલાકાત માટે જીપ્સી રવાના કરાઈ હતી. વન વિભાગના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી જીપ્સી રવાના કરવામાં આવી. દેવળીયા સફારી પાર્કમાં મુલાકાત માટે આવતાં પ્રવાસીઓને ટીકીટ કાઉન્ટર ઉપર પહેલાં હાથ સેનેટાઈઝ કરી ત્યારબાદ ટીકીટ આપીને જીપ્સીમાં પણ 50 ટકા બેઠક વ્યવસ્થા સાથે રવાના કરવામાં આવી હતી. પ્રથમ દિવસે સફારી પાર્કમાં પ્રવાસીઓ માટેની જીપ્સીને શણગારવામાં આવી હતી અને સમગ્ર પાર્કમાં જાણે ઉત્સવ હોય તેવો માહોલ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આમ બંન્ને સફારી પાર્ક અને ઝુ માસ્ક, સેનેટાઈઝર અને સોશ્યલ ડિસ્ટન્સ ના નિયમોના પાલન સાથે પ્રવાસીઓ માટે ખોલાયા છે ત્યારે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube