અમદાવાદનો વિચિત્ર કિસ્સો : રમતરમતમાં ભાઈએ એરગનનું ટ્રીગર દબાવતા જ બહેનના શરીરમાં ઘૂસી ગયો છરો
સિવિલ હોસ્પિટલમાં હાલ એક એવું ઓપરેશન કરાયું જે તબીબો માટે જટિલ હતું, છતાં તબીબોએ મહેનત બાદ એક બાળકીનો જીવ બચાવી લીધો હતો. એક ભાઈએ રમતા રમતા એરગનનું ટ્રીગર દબાવી દીધું હતું, જેથી એરગનનો છરો બાળકીના પીઠમાં ખૂંપી ગયો હતો. બે વર્ષની બાળકીનું ઓપરેશન કરાયા બાદ તેનો જીવ બચાવી લેવાયો હતો.
અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) ની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં હાલ એક એવું ઓપરેશન કરાયું જે તબીબો માટે જટિલ હતું, છતાં તબીબોએ મહેનત બાદ એક બાળકીનો જીવ બચાવી લીધો હતો. એક ભાઈએ રમતા રમતા એરગન (Airgun) નું ટ્રીગર દબાવી દીધું હતું, જેથી એરગનનો છરો બાળકીના પીઠમાં ખૂંપી ગયો હતો. બે વર્ષની બાળકીનું ઓપરેશન (Operation) કરાયા બાદ તેનો જીવ બચાવી લેવાયો હતો.
પિતાએ ખેતરમાં વાંદરા ભગાડવા એરગન લોડેડ રાખી હતી
બન્યું એમ હતું કે, આણંદ જિલ્લાના સામરખા ગામમાં હિતેશ ઠાકોરનો પરિવાર રહે છે. તેઓને સંતાનામાં બે વર્ષની દીકરી જીનલ અને પાંચ વર્ષનો દીકરો હેમલ છે. હિતેશભાઈ પોતાના ઘરમાં એરગન રાખે છે, જે ખેતરમાં વાંદરા ભગાડવા માટે કામમાં આવે છે. આ એરગન ગમે ત્યારે કામમાં લાગે તેથી લોડેડ હતી. પરંતુ હિતેશ ઠાકોરે જાનલેવા સાબિત થાય તેવી એરગન સલામતીથી સાચવવાને બદલે ઘરમાં રખડતી મૂકી હતી. આ એરગન તેમના બંને બાળકોના હાથમાં આવી હતી. રમતારમતા બાળકોની નજર તેના પર પડી હતી અને હેમલે એરગન હાથમાં લીધી હતી. જેમ તેણે એરગનનું ટ્રીગર દબાયું, તો તેનો છરો સીધો જ બે વર્ષની જીનલના શરીરમાં ખૂંપી ગયો હતો. ત્યારે પરિવાર તાત્કાલિક જીનલને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. આ ઘટના 5 નવેમ્બરના રોજ બની હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube