મરી જા, નહી તો હું મારી નાખીશ, લબર મુછીયાએ ધમકી આપી અને સગીરાએ આત્મહત્યા કરી, પછી થયો ઘટસ્ફોટ
* સ્કુલ ના મિત્રની ધમકી બાદ કિશોરીની આત્મહત્યા
* કિશોરીની આત્મહત્યા માટે મજબુર કરનાર યુવક ઝડપાયો
* આરોપી મીહિર રાઠોડ નામનો શખ્સ સગીરાને મરી જવા ધમકી આપતો હતો
* મૃત્યુના એક મહિના બાદ વોટ્સ એપ મેસેજ થકી થયો ચોંકાવનારો ખુલાસો
ઉદય રંજન/ અમદાવાદ : તુ એમ જ મરી જા, તને જીવવા નહીં દઉં આ શબ્દો સાંભળી ને એક સગીરાએ આપઘાત કરી લીધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્કુલના મિત્રની ધમકીથી કંટાળીને સગીરાએ આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે. વોટ્સએપ મેસેજએ આત્મહત્યાનો ભેદ ઉકેલ્યો હતો. નરોડામાં 8 ડિસેમ્બરના રોજ સગીરાએ કરેલી આત્મહત્યાના કારણનો ખુલાસો એક માસ બાદ થયો છે. સગીરાએ આત્મહત્યાના દિવસે પોતાના એક મિત્રને કરેલા વોટ્સએપ પરથી ખુલાસો થતા નરોડા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાસુએ પૈસા માંગ્યા જમાઇએ નહી આપતા વહુએ સાણસી મારી,થયું એવું કે બાળક રઝળી પડ્યું
આ યુવકનું નામ મીહિર રાઠોડ છે. આરોપી મીહિર રાઠોડના કારણે સગીરાએ આપઘાત કર્યો હતો. મીહિરે સગીરાને કહ્યું કે, તુ એમ જ મરી જા, હું તને જીવવા નહીં દઉં સહિતના સંખ્યાબંધ વૉટ્સઍપ મેસેજ કરી ધમકી આપી હતી. જેનાથી કંટાળીને કિશોરીએ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે નરોડા પોલીસે પ્રાથમિક તબક્કે માત્ર અક્સમાત મોત નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે, કિશોરીએ મૃત્યુના દિવસે તેના એક મિત્ર સાહિલ સાથે વોટ્સ એપથી ચેટીંગ કર્યું હતું. જેમાં મિહીરના ત્રાસથી સગીરાએ આત્મહત્યા કર્યાનું સામે આવ્યું હતું. જેથી આ મામલે ઘટનાના એક મહિના બાદ કિશોરીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મીહિરની અટકાયત કરી છે.
[[{"fid":"302515","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(યુવતીના ધર્મના ભાઇ સાહિલ પટેલ સાથે થયેલી અંતિમ વાતચીતના અંશો)
ગુજરાતના એક રાજકીય યુગનો અંગ, માધવસિંહનો દેહ પંચમહાભુતમાં વિલિન
સગીરવયની દીકરીના આપઘાતથી પરિવાર ભાંગી પડ્યો હતો. દીકરીને શું તકલીફ હશે કે તેને આત્મહત્યા કરી લીધી તે મુદ્દે પરિવાર પણ વિમાસણમાં પડ્યો હતો. આ સવાલનો અંત સગીરાએ કરેલા વોટ્સએપ પરથી આવ્યો. તેને પોતાના મિત્ર સાહિલ પટેલને મીહિર દ્વારા ખુબ જ ત્રાસ અને ધમકી ભર્યા મેસેજ કરાતા હોવાનો વોટ્સએપ ચેટિંગમાં ઉલ્લેખ કર્યો હતો. જેના પગલે કંટાળીને આખરે તે આત્મહત્યા કરવા મજબુર બની હતી.
રાજકોટ: કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ઉજવી શકાશે ઉતરાયણ, જાણી લો નિયમો
સગીરા અને મીહિર સ્કૂલમાં મિત્રો હતા. જો કે સગીરની સ્કૂલ બદલી ગયા બાદ મીહિર તેને માનસિક પરેશાન કરતો હતો. સગીરા અને મીહિર વચ્ચે કઈ બાબતે તકરાર ચાલતી હતી. મીહિરે કેમ સગીરાને મરવા માટે દુષ્પ્રેરિત કરી. જે મામલે પોલીસે મીહિરની પૂછપરછ શરૂ કરી છે ત્યારે માતા પિતા માટે પણ આ એક લાલબત્તી સમાન કિસ્સો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube