રાજકોટ: કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ઉજવી શકાશે ઉતરાયણ, જાણી લો નિયમો

ઉતરાયણનો તહેવાર નજીકમાં છે ત્યારે સરકાર દ્વારા કોરોનાને ધ્યાને રાખીને ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેના અનુસંધાને વિવિધ શહેરનાં પોલીસ કમિશ્નર દ્વારા ગાઇડ લાઇન પણ બહાર પાડવામાં આવી રહી છે. આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં ઉતરાયણના તહેવારને ધ્યાને રાખીને તેમણે રાજકોટ માટે ગાઇડ લાઇન બહાર પાડી હતી. જેમાં મેદાન, ખુલ્લી જગ્યા અને રોડ રસ્તા પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 
રાજકોટ: કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ઉજવી શકાશે ઉતરાયણ, જાણી લો નિયમો

અમદાવાદ : ઉતરાયણનો તહેવાર નજીકમાં છે ત્યારે સરકાર દ્વારા કોરોનાને ધ્યાને રાખીને ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેના અનુસંધાને વિવિધ શહેરનાં પોલીસ કમિશ્નર દ્વારા ગાઇડ લાઇન પણ બહાર પાડવામાં આવી રહી છે. આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં ઉતરાયણના તહેવારને ધ્યાને રાખીને તેમણે રાજકોટ માટે ગાઇડ લાઇન બહાર પાડી હતી. જેમાં મેદાન, ખુલ્લી જગ્યા અને રોડ રસ્તા પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

બલરામ મીણાએ જણાવ્યું કે, તહેવારની ઉજવણીમાં સેનિટાઇઝર અને માસ્ક જેવી પાયાની બાબતનો ખ્યાલ રાખવો પડશે. સોસાયટીનાં લોકો એક સાથે ધાબા પર ન ચડે અને 50થી વધારે લોકો એકત્ર ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. માઇક, સ્પીકર, ડીજે વગાડી શકાશે નહી. ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ લગાવાયો છે. જાહેરનામા ભંગ કરનારા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ થશે. આ વખતે ઉતરાયણ પર્વ જુદી જ રીતે ઉજવવાનો છે અને લોકો તેની કાળજી રાખે તે જરૂરી છે. 

રાજકોટ સદર બજાર કે જ્યાં 12 અને 13 જાન્યુઆરીએ પતંગ દોરી ખરીદવા માટે ખુબ જ ભીડ થાય છે. આ વર્ષે આવું ન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, 12 અને 13 તારીકે સદર બજારમાં મેળો ન જામે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત હાલ પણ માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પતંગ-દોરાના વેપારીઓ સાથે પણ એક બેઠક યોજવામાં આવશે. કાયદો વ્યવસ્થા જાળવવાનાં રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news