પિતાને અમર બનાવવા ત્રણેય પુત્રોએ ક્ષણભરનો વિચાર કર્યા વિના ભેગા થયા અને લીધો હૃદયસ્પર્શી નિર્ણય
સમગ્ર ઘટના એવી છે કે, વટવામાં રહેતા ગંગારામ કુશવાહને માર્ગ અકસ્માત સાંપડતા સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચાર દિવસની સતત સઘન સારવારના અંતે તબીબો દ્વારા ગંગારામજીને બ્રેઇનડેડ જાહેર કરાયા.
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની થયેલ એક અભૂતપૂર્વ ઘટના કદાચ પ્રવર્તમાન સમયમાં આ સત્કાર્યથી પણ શ્રેષ્ઠ માની શકાય તેમ છે. અમદાવાદ સિવિલમાં ગઈકાલે 5 મે 2023ના રોજ બ્રેઇનડેડ થયેલ 69 વર્ષના વયસ્ક દર્દીના ત્રણ પુત્રોએ એક જૂથ થઈ અંગદાનનો નિર્ણય કર્યો. આ નિર્ણય થકી ત્રણ જરૂરિયાત મંદોને નવજીવન પણ મળ્યું.
12 વર્ષ પછી રચાયો 'વિપરીત રાજયોગ', આ 4 રાશિના લોકોને અચાનક મળશે અઢળક ધન!
સમગ્ર ઘટના એવી છે કે, વટવામાં રહેતા ગંગારામ કુશવાહને માર્ગ અકસ્માત સાંપડતા સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચાર દિવસની સતત સઘન સારવારના અંતે તબીબો દ્વારા ગંગારામજીને બ્રેઇનડેડ જાહેર કરાયા. બ્રેઇનડેડ જાહેર કરાતા સિવિલ હોસ્પિટલના અંગદાનની ટીમના કાઉન્સિલર્સ દ્વારા તેમના પરિવારજનો અને ખાસ કરીને ગંગારામ ભાઈના ત્રણેય પુત્રોને અંગદાનની અગત્યતા અને પવિત્રતા અંગેની સમજ અપાતા ત્રણેય પુત્રોએ ઘડીનો પણ વિલંબ કર્યા વિના ગણતરીની મીનિટમાં એક જૂથ થઈને ગંગારામના તમામ અંગોનું દાન કરવાનો હિંમત ભર્યો જન હિતમાં નિર્ણય કર્યો.
ઊંઝામાં ઘેર ઘેર આસોપાલવના તોરણ બંધાયા, મા ઉમિયા ખુદ આર્શીવાદ આપવા નીકળ્યા
બ્રેઈનડેડ ગંગારામના લીવર અને બે કિડનીના દાન દ્વારા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ સિવિલ હોસ્પિટલમાં થયેલ 105 માં અંગદાનના સંદર્ભમાં જણાવ્યું કે, વર્તમાન સમયમાં પિતાના મૃત્યુ બાદ તેમની મિલકત માટે ઝઘડતા બાળકોને તો અમે જોયા છે પરંતુ આજે પિતાના અંગદાનથી તેઓને અમર બનાવવા ત્રણેય પુત્રોએ ભેગા થઈને જે અંગદાનનો હૃદયસ્પર્શી અને જનહિતલક્ષી નિર્ણય કર્યો છે તે ખરેખર ભારતીય સંસ્કૃતિ અને તેના સંસ્કારોનું પ્રતિબિંબ છે.
મણિપુર કેમ સળગી ઉઠ્યું છે? શું છે આ નાગા-કુકી અને મૈતેઈ વિવાદ, ખાસ જાણો
ડૉ. જોષીએ ગૌરવભેર જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાય યજ્ઞમાં હવે રાજ્યના ઘણા જિલ્લાઓ અને હોસ્પિટલ જોડાયા છે. સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ આજે મહાયજ્ઞ બન્યો છે. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં થયેલ 105 અંગદાનમાં મળેલા 341 અંગોએ 316 જેટલા જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું છે.