સુરત : શહેરના રાંદેર વિસ્તારમાં એક શિક્ષિકાએ ટ્વિન્સ બાળકોને સાચવવા માટે રાખેલી કેરટેકરે જ 8 માસના બાળકને ઉલાળી પલગં પર પછાડી તમાચા મારતા બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું. જેનો ભાંડો સીસીટીવીના કારણે ફૂટ્યો હતો. આ ઘટના બાદ આરોપી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. જો કે હાલ તો આ સીસીટીના વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. અત્રે નોંધનીય છે કે, આ ક્રુર કેરટેકરનો પતિ સ્કૂલમાં નોકરી કરે છે. તેને પોતાને સંતાનો નથી. આ ઉપરાંત પરિવારમાં પણ કંકાસ હોવાના કારણે તે પરેશાન હતી. જેથી પરિવારનો રોષ બાળકો પર ઠાલવતી હોવાનું સાણે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે જણાવ્યું કે, કોમલને સંતાનો નથી, આ ઉપરાંત ઘરકંકાસના કારણે ઘરનું ટેન્શન હતું. જેથી તેણે બાળક પર ગુસ્સો ઠાલવી તેને પલંગમાં પછાડી હતી. કાન આમળી તેમજ હવામાં ઉછાળી તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી મહિલા કોમલનો પતિ પણ શાળામાં નોકરી કરે છે. બાળકના પિતા મિતેશ પટેલે મોડી રાત્રે રાંદેર પોલીસ સ્ટેશનમાં કેરટેકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ લખાવી છે. પોલીસે કેરટેકર કોમલ સામે બાળકના હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરી છે.


બાળકની તબીયત અચાનક બગડી જતા પરિવારે સારવાર માટે બાળકને હોસ્પિટલ ખસેડ્યું હતું. જ્યાં તેને બ્રેઇન હેમરેજ હોવાનું સામે આવતા પરિવાર પણ વિમાસણમાં મુકાયો હતો. બાળકને બ્રેઇન હેમરેજ કઇ રીતે થઇ શકે તેની તપાસ કરવા માટે ઘરમાં લગાવેલ સીસીટીવી ચેક કરતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. જેમાં કેરટેકર મહિલા દ્વારા બાળકોને પછાડવા સહિતનાં ક્રૂરતા ભર્યા ફૂટેજ સામે આવ્યા હતા. પલંગ પરથી હવામાં ચારથી પાંચ મિનિટ સુધી ઉછાળી, કાન આમળી, હવામાં ફગોળી માર માર્યા હોવાનું સામે આવ્યું હતું.