ઝી મીડિયા બ્યુરો, વડોદરા: એકબાજુ જ્યાં કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને ગુજરાતમાં પણ તે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે ત્યાં લોકો કોરોના વાયરસના ચેપ પ્રત્યે બેદરકાર જોવા મળી રહ્યાં છે. ગઈ કાલે જનતા કર્ફ્યૂ બાદ આજે મોટા પાયે લોકડાઉનની સ્થિતિ હોવા છતાં લોકો રસ્તાઓ પર જોવા મળતા મોટી ચિંતા ઊભી થઈ છે. વડોદરામાં જાહેરનામાનો ભંગ કરીને કડક બજાર માર્કેટની મોટાભાગની દુકાનો ખુલ્લી જોવા મળી. બજારોમાં લોકોની ભીડ જોવા મળી. નાગરિકો માસ્ક વગર બિન્દાસ ફરતા જોવા મળ્યાં. આ સમગ્ર મામલે વડોદરા કમિશનરે પત્રકાર પરિષદ યોજી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 29 કેસ, એકનું મોત, 28 દર્દી સારવાર હેઠળ


વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદમાં કહ્યું કે જાહેરનામાનો અમલ થાય તે અમારી પ્રાથમિકતા છે. ઘરની બહાર ન નીકળો, તમારી સુરક્ષા તમારા હાથમાં છે. તેમણે કહ્યું કે 25 તારીખ સુધી લોકડાઉન છે. 6 કોરોના પોઝિટિવ કેસ છે. 30 લોકો કોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. વિદેશથી આવતા લોકોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જો કોઈ નાગરિક અગત્યના કામ સિવાય બહાર નીકળશે તો જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરાશે. વાહન પણ જપ્ત કરી લેવામાં આવશે. શહેરના 200 પોઈન્ટ પર કાર્યવાહી કરાશે. શહેરને જોડતા તમામ રસ્તા પર નાકારબંધી કરાઈ છે. 


વડોદરા: શ્રીલંકા ફરીને આવેલા દંપત્તિ સહિત ઘરના 4ના કોરોના રિપોર્ટ પોઝિટિવ, કુલ 6 કેસ 


નંદેસરી ખાતે 350 ઉદ્યોગ એકમોમાંથી મોટા ભાગના ચાલુ
વડોદરા કલેક્ટરે ગઈ કાલે નિવેદન આપ્યું હતું કે નંદેશરી સહિતના 15000 નાના મોટા ઉદ્યોગ એકમ 25મી સુધી બંધ રહેશે. કલેક્ટરને વિશ્વાસમાં લીધા બાદ ઉદ્યોગપતિઓએ તેનો ભંગ કર્યો. 350 ઉદ્યોગ એકમોમાંથી મોટાભાગના એકમ ચાલુ રખાયા. તમામ કંપનીઓમાં લકઝરીબસ દ્વારા કર્મચારીઓને લાવવામાં આવ્યાં. અનેક કર્મચારીઓ બાઈક અને મોપેડ સાથે પહોંચ્યાં. 


પાદરામાં હોટલ માલિકોની ધરપકડ
પાદરાની હોટલો ખુલ્લી રાખનારા માલિકોની ધરપકડ કરવામાં આવી છે. પાદરા પોલીસે લાલ આંખ કરીને કાર્યવાહી હાથ ધરી. તમામ બજારો બંધ કરાયા. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube