ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 30 કેસ, એકનું મોત, 29 દર્દી સારવાર હેઠળ

સમગ્ર વિશ્વની સાથે સાથે હવે ભારત અને ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લી માહિતી મુજબ ગુજરાતમાં હાલ કોરોનાના 30 કેસ નોંધાયા છે. 30 કેસમાં અમદાવાદમાં 13 કેસ, સુરતમાં 4, વડોદરામાં 6, રાજકોટમાં 1, ગાંધીનગરમાં 4, કચ્છમાં એક કેસ નોંધાયો છે. જેમાંથી સુરતના એક દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે 29 દર્દીઓ સારવાર હેઠળ છે. સમગ્ર દેશમાં કોરોનાના 396 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કુલ 8 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 30 કેસ, એકનું મોત, 29 દર્દી સારવાર હેઠળ

ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ: સમગ્ર વિશ્વની સાથે સાથે હવે ભારત અને ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લી માહિતી મુજબ ગુજરાતમાં હાલ કોરોનાના 30 કેસ નોંધાયા છે. 29 કેસમાં અમદાવાદમાં 13 કેસ, સુરતમાં 4, વડોદરામાં 6, રાજકોટમાં 1, ગાંધીનગરમાં 4, કચ્છમાં એક કેસ નોંધાયો છે. જેમાંથી સુરતના એક દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે 29 દર્દીઓ સારવાર હેઠળ છે. સમગ્ર દેશમાં કોરોનાના 396 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કુલ 8 લોકોના મોત થયા છે. વિશ્વની વાત કરીએ તો વિશ્વના 192 દેશોમાં કોરોના વાયરસ પહોંચી ગયો છે. 195 દેશોમાંથી હવે 3 દેશ જ બાકાત રહ્યાં છે. વિશ્વભરમાં 14611 લોકોના મોત થયા છે. જ્યારે 3 લાખ 36 હજાર 638 પોઝિટિવ કેસ નોંધાયેલા છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 23, 2020

સુરતમાં તાપી નદી પરના તમામ બ્રિજ બંધ
સુરતમાં કોરોના વાયરસને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. તાપી નદીના તમામ બ્રિજ બંધ રાખવામાં આવનાર છે. તાપી નદી પર 10  જેટલા બ્રિજ આવેલા છે. જો કે આવશ્યક સેવાઓ માટે બ્રિજ ચાલુ રહેશે. 

ગુજરાતના 6 શહેરો લોકડાઉન જાહેર
31 માર્ચ સુધી ગુજરાતના 6 શહેરો લોકડાઉન જાહેર કરાયા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને કચ્છ 31 માર્ચ સુધી લોકડાઉન રહેશે. 

લેવાયા આકરા નિર્ણયો
31 માર્ચ સુધી ગુજરાતના 6 શહેરો લોકડાઉન જાહેર કરાયા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને કચ્છ 31 માર્ચ સુધી લોકડાઉન રહેશે. ત્યારે સરકાર દ્વારા કોરોના વાયરસ (Corona virus) ના સંક્રમણથી બચવા માટે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. જેથી વાયરસનો ચેપ અન્ય લોકોને ન લાગે. ત્યારે હાલ રાજ્યભરમાં કોરેન્ટાઈનમાં રહેલા દર્દીઓનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે. આ દર્દીઓના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવી રહ્યાં છે. જેથી અન્ય નાગરિકો આ ઘરને ઓળખી શકે. કોરોના વાઈરસને પગલે દરેક શહેરની મહાનગરપાલિકાનું આરોગ્ય સતર્ક થયું છે. 

અમદાવાદમાં કોરેન્ટાઈન દર્દીઓનું મોટું લિસ્ટ
અમદાવાદ કોરોના વાઇરસને પગલે શહેરમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે. ત્યારે Amc તંત્રએ કોરોન્ટાઇન દર્દીઓનું મોટું લિસ્ટ બનાવ્યું છે. આ લિસ્ટ તંત્રના અધિકારીઓને સ્ટીકર લગાવવાની જવાબદારી આપવામાં આવી છે. કોરોન્ટાઇન દર્દીઓના ઘરે આ સ્ટીકર લગાવાઈ રહ્યા છે. એક વોર્ડ દીઠ સરેરાશ 250 શંકાસ્પદનું લિસ્ટ બનાવ્યુ છે. 48 વોર્ડ મુજબ સ્ટીકર લગાવવાની કાર્યવાહી ચાલી રહી છે. 48 વોર્ડને જોતા આ આંકડો 10000થી વધુ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વડોદરા શહેરમાં વિદેશથી આવેલા 402 લોકોના ઘર ઉપર પાલિકાએ હોમ અન્ડર ક્વોરન્ટાઇનના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. 

જુઓ LIVE TV

ગુજરાત સરકારે કોરોના વાયરસને ફેલતો અટાકવવા માટે વધુ મહત્વપૂર્ણ નિર્ણંય લીધો છે. ગુજરાત રાજ્યમાં આંતરિક પબ્લિક ટ્રાન્સપોર્ટ પર રોક લગાવી છે. મહાનગરોથી ગ્રામ્ય પંથકમાં વાયરસ ન ફેલાઈ તે માટે પગલાં લેવાયા છે. 25 માર્ચ સુધી ખાનગી પેસેન્જર વાહનો પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં નહિ જઈ શકાય. જીવન જરૂરિયાત અને સરકારી ગાડીઓ જ ગુજરાતમાં ફરી શકશે.

વડોદરા: શ્રીલંકા ફરીને આવેલા દંપત્તિ સહિત ઘરના 4ના કોરોના રિપોર્ટ પોઝિટિવ, કુલ 6 કેસ 
વડોદરામાં કોરોના વાયરસ ના 6 કેસો પોઝિટિવ થયા. શ્રીલંકાથી આવેલા પતિ પત્ની નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો  છે. બંનેના સંપર્કમાં આવેલ 27 વર્ષીય પુત્રી અને 29 વર્ષીય પુત્રવધૂનો પણ રિપોર્ટ આવ્યો પોઝિટિવ એક જ પરિવારના ના 4 સભ્યો નો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે. 12 લોકોનું ગ્રુપ શ્રીલંકા ગયું હતું. અત્રે જણાવવાનું કે વડોદરામાં ગઇકાલે થયેલ બે મૃતક દર્દીઓનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તંત્રએ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા 29 લોકોને ક્વોરન્ટાઈન કર્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news