Gujarat Election : ગુજરાતમાં હવે આગામી ઓગસ્ટમાં રાજ્યસભાની (Rajya Sabha Elections) 3 બેઠકો માટેની ચૂંટણી યોજાઈ શકે છે. હાલમાં કોંગ્રેસ મુક્ત લોકસભાની સીટો વચ્ચે ભાજપે રાજ્યસભાની પણ ગુજરાતની સીટો કોંગ્રેસ મુક્ત કરવી હશે તો 2026 સુધીની રાહ જોવી પડશે કારણ કે શક્તિસિંહ ગોહિલની મુદત 2026 સુધીની છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો હોય છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે.  આગામી સમયની વાત કરવામાં આવે તો આ વખતનું કોંગ્રેસનું સંખ્યાબળ ગત ટર્મ કરતા ઓછુ છે. એટલે સ્વાભાવિક રીતે આ વખતની રાજ્યસભાની ચૂંટણી માત્ર ઔપચારિક ચૂંટણી રહેવાની છે. આ વખતે કોંગ્રેસ તરફથી ફોર્મ ભરાય તેવી શક્યતા પણ નથી. કારણ કે ભાજપ પાસે સંખ્યાબળ જ પૂરતું નથી. 


ગુજરાતમાં આ લોકસભાની 3 બેઠકો માટેની ચૂંટણી વન વે ભાજપ વિજેતા બનશે એ નક્કી છે પણ 3 રાજ્યસભામાં કોણ રીપિટ થશે એની પર મોટો સવાલ છે. કારણ કે જુગલજી ઠાકોર એ  ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. મથુરજી ઠાકોરનો ઉત્તર ગુજરાતમાં દબદબો છે. દિનેશ અનાવાડિયા એ ઉત્તર ગુજરાતમાંથી રાજ્યસભામાં પહોંચ્યા છે. હાલમાં એસ. જયશંકર એ વિદેશ મંત્રી હોવાથી એ સીટમાં કોઈ ફેરફાર થાય તેવી ઓછી સંભાવનાઓ વચ્ચે જુગલજી કે દિનેશ અનાવાડિયામાંથી કોણ રીપિટ થશે કે ઘરભેગા થશે એ ગુજરાતમાં ચર્ચાનો મામલો છે.  


અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું, આ દિવસે ગુજરાતમાં આવશે વાવાઝોડું


ગુજરાતમાં ઓગસ્ટમાં રાજ્યસભાની ચૂંટણી ને પગલે ફરી માહોલ જામી શકે છે. હાલમાં ગુજરાતમાં લોકસભાની તૈયારીઓ જબરદસ્ત ચાલી રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યો વોટ આપીને ઉમેદવાર ફાયનલ કરતા હોવાથી ભાજપ માટે રસ્તો સરળ છે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકોમાં આઠ બેઠક ભાજપ પાસે અને ત્રણ  બેઠક કોંગ્રેસ પાસે છે. હવે ગુજરાત ચૂંટણીનાં પરિણામોમાં (Central Election Commission) કોંગ્રેસના રકાસને કારણે લોકસભા ચૂંટણી 2024 પહેલાં ભાજપને કોંગ્રેસની બે બેઠકનો ફાયદો મળશે.

તેનું કારણ એ છે કે ભાજપના રાજ્યસભાના ત્રણ સભ્ય એસ. જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશચંદ્ર અનાવડિયા ઓગસ્ટ 2023માં નિવૃત્ત થઈ રહ્યાં છે. આ ત્રણ બેઠક જીતવામાં ભાજપને કોઈ મુશ્કેલી નહીં પડે. એપ્રિલ 2024માં લોકસભા ચૂંટણી વચ્ચે ગુજરાત રાજ્યસભાના ચાર સભ્ય નિવૃત્ત થતાં ચાર બેઠક ખાલી થશે. આ બેઠકમાં કોણ રીપિટ થાય છે અને ભાજપ કોની પર ભરોસો મૂકે એ સૌથી વધારે અગત્યનું છે.


કાળજુ કઠણ કરીને વાંચજો, સુરત પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ અનાથ દીકરી માટે બન્યો યશોદા


રાજ્યસભા સભ્ય નિમણૂંક નિવૃત્તિ ક્યારે 
એસ. જયશંકર (ભાજપ) 6 જુલાઈ, 2019 18 ઓગસ્ટ, 2023
જુગલજી માથુરજી ઠાકોર (ભાજપ) 6 જુલાઈ, 2019 18 ઓગસ્ટ, 2023
દિનેશચંદ્ર અનાવડિયા (ભાજપ)  22 ફેબ્રુ., 2021 18 ઓગસ્ટ, 2023
પરસોત્તમ રૂપાલા (ભાજપ) 3 એપ્રિલ, 2018  2 એપ્રિલ, 2024
મનસુખ માંડવિયા (ભાજપ)      3 એપ્રિલ, 2018     2 એપ્રિલ, 2024
અમી યાજ્ઞિક (કોંગ્રેસ)   3 એપ્રિલ, 2018  2 એપ્રિલ, 2024
નારણભાઇ રાઠવા (કોંગ્રેસ)  3 એપ્રિલ, 2018 2 એપ્રિલ, 2024
રામભાઇ મોકારિયા (ભાજપ) 22 ફેબ્રુ., 2021  21 જૂન, 2026
રમીલાબહેન બારા (ભાજપ) 22 જૂન, 2020  21 જૂન, 2026
નરહરિ અમીન (ભાજપ) 22 જૂન, 2020  21 જૂન, 2026
શક્તિસિંહ ગોહિલ (કોંગ્રેસ) 22 જૂન, 2020 21 જૂન, 2026

 


ગુજરાત સરકારની ઝોળીમાં આવી વધુ એક સફળતા : સોલાર પોલિસી બાદ આવ્યું મોટું પરિવર્તન


જૂન 2026માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્ય નિવૃત્ત થઇ રહ્યા છે. તેમાં ભાજપના રામભાઇ મોકરિયા, રમીલાબહેન બારા, નરહરિ અમીન, જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સામેલ છે. ભાજપ 2026માં થોડી મહેનત કરીને આ ચારેય બેઠક હાંસલ કરી શકે છે. આમ, રાજ્યની તમામ 11 રાજ્યસભા બેઠક માટે ભાજપે 2026 સુધી રાહ જોવી પડશે. કોંગ્રેસના ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રકાસને કારણે 3 બેઠક ફરી ભાજપના ફાળે જાય તેવી સંભાવના છે. ભાજપ ત્રણેય ચહેરા બદલી શકે છે. વિદેશ મંત્રી એસ.જયશંકરને ફરી રાજ્યસભાથી ભાજપ લડાવશે. જુગલજી ઠાકોર, દિનેશ અનાવડીયા ડ્રોપ થઈ શકે છે.


સૂકુભઠ્ઠ બનાસકાંઠા હવે લીલુંછમ અને પાણીદાર બનશે, મા અંબાના ધામમાં વન કવચ બન્યું