સૂકુભઠ્ઠ બનાસકાંઠા હવે લીલુંછમ અને પાણીદાર બનશે, મા અંબાના ધામમાં વન કવચ બન્યું
world environment day : આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી.....અંબાજીમાં થશે રાજ્ય કક્ષાની ઉજવણી......ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપી ખાસ હાજરી......સવારે મુખ્યમંત્રી મા અંબાના દર્શન કરી 'વન કવચ'નું લોકાર્પણ કર્યું...
Trending Photos
Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા/બનાસકાંઠા : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંબાજીમાં રાજયકક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અંબાજીમાં પહોંચી માં અંબાના દર્શન કરીને વન કવચનું લોકાર્પણ કર્યું હતું. તે બાદ જાહેર સભા સ્થળે મુખ્યમંત્રી પહોંચ્યા હતા. જ્યાં તેમને 10 હજાર રોપાના વાવેતરનું રિમોર્ટ કંટ્રોલ દ્વારા ઉદ્ધાટન કર્યું હતું. તે બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 10 હજાર રોપાના વાવેતરનું રિમોર્ટ કંટ્રોલ દ્વારા ઉદ્ધાટન કર્યું હતું. તેમજ સામાજીક વનીકરણ અને નર્સરીની માહિતીના QR કોડનું મુખ્યમંત્રીએ અનાવરણ કરી અમીરગઢ ખાતે બનાવેલ પવિત્ર વનનું તેમજ આંતરોલ થરાદ ખાતે બનાવેલ પંચવટી કેન્દ્રની રિમોર્ટ કંટ્રોલ દ્વારા મુખ્યમંત્રી લોકાર્પણ કર્યું હતું. તે બાદ વોટ્સએપ દ્વારા ઉધોગોનેCTECCA ના હુકમો આપવાની શરૂઆત થાય તે માટે તકતીનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું.
આ બાદ જાપાનીઝ ભાષામાં પર્યાવરણીય કાયદાઓ અંતર્ગત મંજૂરીઓ માટે માહિતી આપતા પુસ્તકની 4થી આવૃત્તિનું વિમોચન મુખ્યમંત્રીએ કર્યું. તો પર્યાવરણ ઓડીટિંગ, મોનિટરિંગ અને ટેકનોલોજી પર પોસ્ટ રોરાએટ ડિપ્લોમા કોર્સચારૂસેટ યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ.મુખ્યમંત્રીના હસ્તે કરાયા.અને રાજ્યના 75 ગામોમાં પ્લાસ્ટિક એકત્રીકરણની અલકામગીરી પૈકી ગામોના સરપંચશ્રીઓને મુખ્યમંત્રી દ્વારા પ્રશંશાપત્ર આપી સન્માન કરાયું. સને 2021 ની સીઝનમાં ટીમરૂપાનની હરાજીથી ઉપજેલ રકમમાંથી ચોખ્ખો નફો રૂ.748.34 નિગમ દ્વારા સંચયકારોના એકાઉન્ટમાં DBT મારફતે વિતરણ કરી નફાના ચેકનું વિતરણ મુખ્યમંત્રી દ્વારા કરાયું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું કે જિલ્લો પાણીદાર થવા જઈ રહ્યો છે અને તમે શાંત રહો છો. તમારે ખૂટતું કશું બાકી ન રહે તે અમારી જોવાની જવાબદારી છે. તમારે ફક્ત માંગવાનું છે કે અમારે આટલું કરાવવું છે એટલે અમે કરી દઈશું. આજે અંબાજી માતાના ચરણોમાં પ્રાર્થના કરી કે ગુજરાત અને દેશ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં આગળ વધે. આપણી પાસે એક વિઝનરી જે આગળનું જોઈ શકે આગળ તકલીફ ન પડે તેવું માર્ગદર્શન આપે છે તેવા પ્રધાનમંત્રીના વિચારો દ્વારા આગળ વધીએ પર્યાવરણને આગળ કેવી રીતે વધારી શકીએ તેવો સુધારો આપણે કરવો રહ્યો. આજે પર્યાવરણ દિવસે તો વૃક્ષો વાવીએ છીએ પણ તેની જતન આપણે કરવી પડશે ઉદ્યોગોમાં પણ પર્યાવરણની જાળવણી કરીને આગળ વધીએ તે પણ સરકાર જોઈ રહી છે. આજે દરેક જગ્યાએ વન ઉભા કરાઈ રહ્યા છે. શહેરી વિસ્તારોમાં પણ પર્યાવરણ કેવી રીતે વધે તે આપણે કરી રહ્યા છીએ. ગ્રીન ગ્રોથમાં પ્રધાનમંત્રીએ બજેટમાં પણ પ્રાથમિકતા આપી છે. આજે દરિયાઈ જમીન માં ખારાશ ઘટે અને ત્યાં ગ્રીન કવરેજ વધે તે માટે આજે 75 જગ્યાએ વૃક્ષોનું વાવેતર કરવા જઈ રહ્યા છે. Q R કોડનું આજે આપણે લોન્ચિંગ કર્યું છે તેનથી કયું વૃક્ષ આપણી નજીક છે તે જાણી શકાય..વિશ્વ પર્યાવરણ દિવસે આપણે સંકલ કરીયે કે વધુ વૃક્ષોનું વાવેતર કરીએ.
બનાસકાંઠાનું જંગલ હરિયાળું બનશે
ઉલ્લેખનીય છે કે, અંબાજીમાં 2 હજાર કેકટર વિસ્તારમાં જાપાની વનસ્પતિ શાસ્ત્રી મિયાવાકી પદ્ધતિથી 20000 થી વધારે રોપાઓનું વાવેતર કરાયું છે, જે વન કવચનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું.. ત્યાર બાદ અંબાજીમાં ડુંગરાળ પ્રદેશ અને જંગલ વિસ્તારમાં મોટા ડ્રોન દ્વારા સીડ બોલ ફેંકવામાં આવ્યા હતા. આ વિશિષ્ટ પ્રકારના ટેકનોલોજી વાળા ડ્રોન દ્વારા એક સાથે 350 સિડ બોલ ફેંકવામાં આવ્યા. જેમાં અલગ અલગ પ્રકારના ચોરસ, અને ગોળ સિડ બોલ રાખવામાં આવ્યા છે. જે જંગલ વિસ્તારમાં ફેંક્યા બાદ પ્રથમ વરસાદમાં આ સીડ પલડીને તેમાંથી બીજ અલગ પડીને અંકુરીત થશે અને સમગ્ર વિસ્તારમાં હરિયાળો બનશે.
ડ્રોન ટેકનોલોજી ની કામ કરવાની પદ્ધતિ :
ડિસ્પર્શલ ડ્રોન માં આશરે 10 કિલો- 15 કિલો સીડ અથવા સીડ બોલ ભરી શકાય છે. આ પ્રકારના ડ્રોન ગ્રાઉન્ડ સ્ટેશન અને એન્ડ્રોઇડ ડિવાઇસ થી ઓપરેટ થાય છે જેમાં મેપિંગ સિસ્ટમ પણ હોય છે જેમાં વનીકરણ વિસ્તારની .kml ફાઈલ સેટ કરી નકશા પ્રમાણે ઓટોમેટીક સરખા પ્રમાણમાં સિડ ને ડિસ્પર્શલ કરે છે. ડિસ્પર્શલ થતા સીડ ને જુદી જુદી સાઈઝ પ્રમાણે ગ્રાઉન્ડ સ્ટેશનથી સીડ ફેલાવવાના પ્રોસેસમાં વધારો ઘટાડો કરી શકાય છે.તેવી જ રીતે સીડબોલને પણ ધીમે ધીમે ફેલાવી શકાય છેય આવા જીપીએસ બેઈસ ઓટોમેટીક ડ્રોન છ કરતા વધુ સેટેલાઈટ સાથે કનેક્ટ થઈને 2 કિમીના ડાયામીટર માં કામ કરતા હોય છે. ફ્લાઈંગ માટે હાઈ પાવર પોલીમર બેટરીનો ઉપયોગ થાય છે. ડ્રોન એક ફ્લાઇટમાં 10 થી 15 કિલો નેકેડ સિડ ઉપડવાની ક્ષમતા ધરાવે છે, જેના દ્વારા ફક્ત 15 મિનિટમાં એક હેક્ટર વિસ્તારમાં લગભગ ૪૦,૦૦૦ બીજ અલગ અલગ પ્રકારના તેમજ વિવિધ વનસ્પતિના સીડ બોલ ૪૦૦ - ૧૦૦૦ પ્રતિ હેક્ટર વિખેરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે