ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં કોરોનાના નવા 88 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 99.08 ટકાએ પહોંચ્યો છે. બીજી બાજુ આજે 180 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી 12,97,840 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટને ગઈકાલનો દિવસ યાદ રહેશે! આ ગામડામાં એક કલાકમાં તોફાની 4 ઈંચ વરસાદ ખાબક્યો


રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો ગુજરાતમાં કુલ 854 એક્ટિવ કેસ છે, જ્યારે 6 વેન્ટીલેટર પર છે અને 748 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 1278840 દર્દીઓ ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જ્યારે 11074 લોકોના મોત થઈ ચૂક્યા છે. 


અમદાવાદની ખાણીપીણી! ખાવાના શોખીન છો તો આ ટેસ્ટ કરી લેજો, આંગળીઓ ચાટતા રહી જશો


અમદાવાદમાં 24, સુરતમાં ગ્રામ્યમાં 07, વડોદરામાં 07, સાબરકાંઠામાં 06, સુરતમાં 06, વલસાડમાં 06, ભરૂચમાં 05, મહેસાણામાં 03, નવસારીમાં 03, રાજકોટમાં 03, વડોદરા ગ્રામ્યમાં 03, આણંદમાં 02, ગાંધીનગરમાં 02, કચ્છમાં 02, અમદાવાદ ગ્રામ્યમાં 01,ભાવનગરમાં 01, બોટાદમાં 01, ગાંધીનગર ગ્રામ્યમાં 01, જામનગરમાં 01, મહીસાગરમાં 01, પંચમહાલમાં 01,પાટણમાં 01 અને રાજકોટ ગ્રામ્યમાં 01 કેસ નોંધાયો છે. તેમજ કોરોના રિકવરી રેટ 99.08 ટકા થયો છે. જ્યારે કોરોનાથી 180 દર્દી સાજા થયા છે.


નામ મોટા અને દર્શન નાના...ગુજરાતની આ મોટી હોસ્પિટલમાં ડિજિટલ પેમેન્ટની સુવિધા જ નથી!