રાજકોટને ગઈકાલનો દિવસ યાદ રહેશે! આ ગામડામાં એક કલાકમાં તોફાની 4 ઈંચ વરસાદ ખાબક્યો, પૂર જેવી સ્થિતિ સર્જાઈ
સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ તબાહી મચાવી રહ્યો છે ત્યારે સૌરાષ્ટમાં છેલ્લા દોઢ મહિના થયા સતત બરબાદી ભર્યો કમોસમી વરસાદને લઈ ખેડૂતોની હાલત કફોડી બની છે.
Trending Photos
દિનેશ ચંદ્રવાડીયા/ઉપલેટા: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છત્રાસા ગામમા તોફાની કમોસમી વરસાદને લઈ તલ, અડદ, મગ, જુવાર, બાજરો, મકાઈ સહિતનો પાક પાણીમાં. ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. ત્યારબાદ સરકાર પાસે સહાય માંગવામાં આવી રહી છે. જગતનો તાત માવઠાના મારથી નિ:સહાય થતા સરકાર પાસે સહાય માંગી રહ્યો છે.
સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ તબાહી મચાવી રહ્યો છે ત્યારે સૌરાષ્ટમાં છેલ્લા દોઢ મહિના થયા સતત બરબાદી ભર્યો કમોસમી વરસાદને લઈ ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે જે રીતે અચાનક અણધારિયો આફત રૂપી વાવાઝોડા સાથે એક કલાકમાં ચાર ઈંચ જેટલો તોફાની વરસાદ વરસતા છત્રાસાના સીમ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અનેક ખેત વિસ્તારમાં ભારે પવનને કારણે વીજપોલ ધરાસાઈ થઈ જતા ખેત વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો.
કમોસમી વરસાદથી છત્રાસા ગામના ખેડૂતોની હાલત કફોડી કરી નાખી હતી. ભારે વરસાદને લઈ ખેડૂતોના ઉભા પાક તલ, મગ, મઠ, બાજરી, મકાઈ સહિતનો પાક ઢળી પડ્યો હતો અને પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ત્યારે છત્રાસા ગામના ખેડૂતોએ સરકાર પાસે વહેલી તકે નુકસાનીનો સર્વે કરી સહાયની માંગ કરી છે.
ધોરાજી તાલુકામાં સતત દોઢ મહિના થયા જે રીતે સતત કમોસમી વરસાદ વરસી રહ્યો હોય જેથી ખેડૂતની હાલત દયનિય બની છે ત્યારે ખેડૂતના જણાવ્યા અનુસાર સતત ત્રણ વરસથી વાતાવરણ ફેર બદલ અને કમોસમી માવઠાને લઈ એક પણ પાક બચ્યો નથી. સરકાર દ્વારા ત્રણ વરસથી ખેડૂતના ખેતર આવી સર્વે કરે છે પણ સહાય હજુ સુધી આપી નથી ત્યારે આ વરસ પણ સતત કમોસમી વરસાદને લઈ બે પાક શિયાળુ અને ઉનાળુ પાક નિષ્ફ્ળ ગયા છે ત્યારે જે રીતે કમોસમી વરસાદને લઈ છત્રાસા ગામમાં ગઈકાલે પડેલ ભારે વરસાદને કારણે હજુપણ શેઢામાં ગોઠણ ડૂબ પાણી ભર્યા છે.
ખેડૂતો ખેતર જઈ શકતા નથી અને મહામુસીબત ખેતર પહોંચે તો ખેતરમાં પણ પાક પાણીમાં ગરકાવ જોઈ ખેડૂતની આંખમાં આંસુ છલકાય જાય છે. સતત દિવસ રાત કાળી મજૂરી કરી પોતાના દીકરાની જેમ પાકનો ઉછેર કર્યો હોય ત્યાં વિનાશક વાવાઝોડું આવી પાકને બરબાદ કરી નાંખે છે ત્યારે ખેડૂતના મનમાં ને મનમાં વિચાર કરતો થઈ જાય છે કે હવે શુ કરશુ ત્યારે છત્રાસા ગામમા પડેલ ભારે વરસાદને કારણે તલ, મગ, જુવાર, બાજરી, મકાઈ સહિતનો પાક પાણીમાં બરબાદ થઈ જતા સરકાર પાસે જલ્દીથી સર્વે કરી સહાય ચૂકવવા કહી રહ્યા છે. જગતનો તાત અત્યારે નિ:સહાય હોય, ક્યારે સરકાર સહાય ચૂકવે તે જોવું રહ્યું. અડદ, મગ, જુવાર, બાજરો, મકાઈ સહિતનો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને મોટુ નુકસાન થતા સરકાર પાસે સહાયની માંગ કરી છે.
સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ તબાહી મચાવી રહ્યો છે ત્યારે સૌરાષ્ટમાં છેલ્લા દોઢ મહિના થયા સતત બરબાદી ભર્યો કમોસમી વરસાદને લઈ ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે જે રીતે અચાનક આફત રૂપી વાવાઝોડા સાથે એક કલાકમાં ચાર ઈંચ જેટલો તોફાની વરસાદ વરસતા છત્રાસાના સીમ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અનેક ખેત વિસ્તારમાં ભારે પવન ને કારણે વીજપોલ ધરાસાઈ થઈ જતા ખેત વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો.
છત્રાસા ગામથી માણાવદર તાલુકાના ત્રણથી ચાર ગામને જોડતો રસ્તો ચોમાસામાં બંધ થઈ જતા તેમજ કોઈ મૃત્યુ પામે ત્યારે સામે કાંઠે જવામાં 10 થી 12 કલાક સુધી પાણી ઉતરવાની રાહ જોવી પડે છે જેને લઈને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. બે વર્ષથી અરજીઓ આપી હોવા છતાં તંત્ર દ્વારા કામગીરી હાથ નથી ધરાઈ, જેથી વહેલી તકે કામગીરી હાથ ધરવામાં આવે તેવી પણ માંગ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે