Corona Case today in Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આજે ફરી ગુજરાતમાં એક દિવસમાં 300થી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. 20 એપ્રિલે ગુજરાતમાં 331 કોરોના કેસ નોંધાયા છે. આજે કોરોનાના કારણે રાજ્યમાં એક પણ મૃત્યુ થયું નથી. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 98.98 ટકાએ પહોંચ્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જય શ્રીરામના નારાથી કોર્ટ પરિસર ગુંજ્યું! નરોડા ગામ હત્યાકાંડ ચુકાદો HCમાં પડકારાશે


રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતની વાત કરીએ તો કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2042 પર પહોંચ્યો છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 2036 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 1275338 લોકો ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે 11072 લોકોના મોત થયા છે.


BIG BREAKING: નરોડામાં થયેલા નરસંહાર મામલે મોટો ચુકાદો: તમામ આરોપીઓ નિર્દોષ જાહેર


રાજ્યમાં આજ રોજ નોંધાયેલા કોવિડ 19ના કેસ, મૃત્યું, ડીસ્ચાર્જની વિગતની વાત કરીએ તો આજે અમદાવાદમાં સૌથી વધારે 127, મહેસાણામાં 31, વડોદરામાં 25, સુરત જિલ્લામાં 22, સુરતમાં 21, સાબરકાંઠામાં 15, ભરુચમાં 11, ગાંધીનગરમાં 8, ભાવનગરમાં 7, વલસાડમાં 7, મોરબીમાં 6, પાટણમાં 6, સુરેન્દ્રનગરમાં 6, અમરેલીમાં 4, રાજકોટમાં જિલ્લામાં 4, અમદાવાદ જિલ્લામાં 3, આણંદમાં 3, ગાંધીનગર જિલ્લામાં 3, નવસારીમાં 3, પોરબંદરમાં 3, વડોદરા જિલ્લામાં 3, ખેડામાં 2, મહીસાગરમાં 2, પંચમહાલમાં 2, રાજકોટમાં 2, બનાસકાંઠામાં 1, બોટાડમાં 1, દાહોદમાં 1, ગીર સોમનાથમાં 1, કચ્છમાં 1 કેસ નોંધાયો છે.


યુવરાજસિંહનો મોટો ધડાકો, 'આગામી દિવસોમાં ગુજરાત ફાઈલનું વધુ એક મોટું ચેપ્ટર ખુલશે'