BIG BREAKING: નરોડામાં થયેલા નરસંહાર મામલે મોટો ચુકાદો: માયા કોડનાની, બાબુ બજરંગી સહિત 69 આરોપી નિર્દોષ જાહેર
Naroda Gam Case Judgement : ગોધરાકાંડ બાદ અમદાવાદના નરોડા ગામમાં ફાટી નીકળેલા હત્યાકાંડ મામલે કોર્ટે આપ્યો ચુકાદો.... વર્ષ 2002માં નરોડા ગામમાં 4 મહિલા સહિત 11 લોકોની કરાઈ હતી હત્યા....
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ: વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણો બાદ નરોડા હત્યાકાંડ કેસનો આજે સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ કેસનાં સ્પેશ્યલ જજ એસ બક્ષીએ ચુકાદો સંભળાવતા ભાજપના પૂર્વ મંત્રી માયા કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલ સહિત તમામ 69 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ચુકાદો આવતા જ આરોપીઓ હર્ષનાં આંસુ સાથે કોર્ટ સંકુલ બહાર નીકળ્યા હતા. 21 વર્ષ બાદ આજે સ્પેશ્યલ કોર્ટે ચુકાદો આપ્યો છે.
કોર્ટ બહાર રહેલા સગા સંબંધીઓએ જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા. 28 ફેબ્રુઆરી 2002ના બનેલી આ ઘટનામાં અમદાવાદના નરોડા ગામ કોમી રમખાણોમાં 11 લોકોના મોત થયા હતા. સમગ્ર કેસમાં કુલ 86 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. પરંતુ એકને આરોપ મુક્ત સાબિત કરાયો હતો. જેના કારણે 85 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. તત્કાલીન ધારાસભ્ય માયા કોડનાની, બાબુ પટેલ અને જયદીપ પટેલ સહિતના લોકોની ધરપકડ કરાઈ હતી.
ઝી 24 કલાક પર માયાબેન કોડનાનીએ પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. સત્ય પરેશાન હો સકતા હે, પરાજિત નહીં.
નિર્દોષ છૂટતા પરિવારજનોએ નારા લગાવ્યા
આજે તમામને નિર્દોષ છોડાયા બાદ તમામ આરોપીઓના પરિવારજનો કોર્ટ કેમ્પસની બહાર બેઠા હતા. ત્યારબાદ કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા બાદ તમામની આંખમાં આસું હતા. આ બધાની વચ્ચે જેવો જ કોર્ટનો ચુકાદો આવી ગયો અને તમામ લોકોના આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. ત્યારે કેટલાક લોકો ‘જય શ્રીરામ’ અને ‘ભારત માતા કી જય’ના નારા કરતા કરતા બહાર નીકળ્યા હતા.
તમને જણાવી દઈએ કે, આજે સવારથી કોર્ટ બહાર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોર્ટમાં બહારના એક પણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવ્યો નથી. સેશન્સ કોર્ટ ફુલ થઈ ગઈ હતી. બીજી તરફ નરોડા ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગોધરાકાંડ બાદ અમદાવાદના નરોડા ગામમાં ફાટી નીકળેલી હિંસામાં 11 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. જેમાં પોલીસે તબક્કાવાર 86 લોકોને પકડ્યા હતા. જજ સુભદા બક્ષીએ આ કેસમાં 86 આરોપીઓ સામે ચુકાદો સંભળાવ્યો છે. 21 વર્ષ બાદ આખરે ન્યાય મળ્યો છે.
નિર્દોષ છોડવામાં આવેલા લોકોના નામ
૧. સમીર હરામુખભાઇ પટેલ
૨. ખુશાલ પુંજાજી સોલંકી
3. ઉકાજી ઉર્ફે બચજી બબાજી ઠાકોર (માંક-૧ નીચેના હુકમ ગજબ કેરા એબેટ) ..મૃત્યુ પામેલ
૪ દિનેશકુમાર ઉકાજી ઉર્ફે બચુભાઇ ઠાકોર
૫. બળદેવભાઈ પ્રહલાદભાઈ ઠાકોર
૬. ચંદન ગાંડાજી ઠાકોર...મૃત્યુ પામેલા
૭. અજય રમણલાલ ખતરા ધોબી
૮. સુનીલ ઉર્ફે ચંકી ગોપાલભાઇ નાયર
૯. દિનેશકમાર રમણલાલ પટેલ...મૃત્યુ પામેલ
૧૦. નવીનભાઈ પ્રવિણભાઈ કડીયા
૧૧. રામસિંગ ગાંડાજી ઠાકોર...મૃત્યુ પામેલ
૧૨. ભરત શમસિંગ ઠાકોર
૧૩. નરેશ ઉર્ફે વિજયો બાબુભાઇ મકવાણા દરજી...મૃત્યુ પામેલ
૧૪. રીતેષ ઉર્ફે પોંચીયાદાદા બાબુભાઇ વ્યારા
૧૫. અજય ઉર્ફે અજયો બચુભાઈ ઠાકોર
૧૬. રમણભાઇ પ્રહલાદભાઈ ઠાકોર
૧૭, નગીન પ્રતાપભાઇ ઠાકોર
૧૮. ગનુભાઈ પુનાભાઈ ઠાકોર ૧૯. રમેશભાઈ ભલાભાઈ ઠાકોર
૨૦. કિસન ખુબચંદ કોરાણી
૨૧. રાજકુમાર ઉર્ફે રાજગોપીમલ ચોમલ
૨૨. પર્મેન્દ્રસિંહ ઉર્ફે પી.જે. જશવંતસિંહ રાજપૂત
૨૩. બાબુ ઉર્ફે બાબુ બજરંગી રાજાભાઈ પટેલ
૨૪. રાજેશ ઉર્ફે રાજ ઉર્ફે કબુતર મોહનલાલ પરમાર
૨૫. મિતેષ ગીરીશભાઇ ઠકક૨
ર૬. વિનોદ ઉર્ફે વિન્ હેલરામ ચેતવાણી
૨૭. હરેશ પરશરામ રોહેરા...મૃત્યુ પામેલ
૨૮. પ્રદિપભાઇ ઉર્ફે એન્કર કાન્તીલાલ સંઘવી (આંક-૨૮ના હુકમ મુજબ બિનતહોમત મુક્ત)
૨૯. વલ્લભભાઈ કહેરભાઈ પટેલ
૩૦. વિષ્ણુજી પોપટજી ઠાકોર
૩૧. હંસરાજ ૫ન્નાલાલ માળી
૩૨. પ્રભુભાઇ ઉર્ફે ગ ભૂપતજી ઠાકોર...મૃત્યુ પામેલ
૩૩. જગદીશભાઈ રમણભાઈ પ્રજાપત્તિ
૩૪. હરેશ ઉર્ફે હર્ષદ ૨મણલાલ સોની
૩૫. રાજેશભાઈ ઉર્ફે કિશોરભાઇ ભીખાભાઈ દરજી
૩૬. અશ્વિનકુમાર કનૈયાલાલ જોષી...મૃત્યુ પામેલ
૩૭. રાજેશ ઉર્ફે રાજ નટવરલાલ પંચાલ
૩૮, પ્રવિણકુમાર હરીભાઇ મોદી
૩૯. વિક્રગભાઈ ઉર્ફે ટીરીયો મણીલાલ ઠાકોર
૪૦. અશોકભાઈ ચંદુભાઈ સોની ૪૧. જગદીશભાઈ ચીમનલાલ પટેલ
૪૨. દિનેશભાઈ કચરાભાઈ પટેલ ૪૩. શાંતીલાલ વાલજીભાઈ પટેલ
૪૪. ગીરીશભાઈ હરગોવિંદભાઇ પ્રજાપતિ
૪૫. બકુલભાઈ ઉર્ફે કાળ રમણભાઈ વ્યારા
૪૬. સંજય ઉર્ફે પિન્ટુ ચેનલવાળો કનુભાઈ વ્યાસ
૪૭. ભીખાભાઈ ઉર્ફે હિંમતભાઈ જગાભાઇ પટેલ (ઢોલરીયા)....મૃત્યુ પામેલ
૪૮. સુનિલ ઉર્ફે સુરેશ શનાભાઈ પટેલ
૪૯. રાકેશકુમાર મંગળદાસ પંચાલ
૫૦. પ્રધ્યુમન બાલભાઈ પટેલ ૫૧. અનિલકુમાર ઉર્ફે ચુંગી પ્રહલાદભાઇ પટેલ...મૃત્યુ પામેલ
પર. પ્રકાશભાઈ ઉર્ફે ૫કાભાઇ રમેશચંદ્ર ભાટીયા (કાછીયાપટેલ)
૫૩. વિજયકુમાર દશરથભાઈ ત્રિવેદી
૫૪. નિમેશ ઉર્ફે શ્યામુ બિપિનચંદ્ર પટેલ
૫૫. પંકજકુમાર મહેન્દ્રભાઇ પરીખ
૫૬. વિરભદ્રસિંહ સામંતસિંહ ગોહીલ (પોલીસ ઇન્સ્પેકટર)
૫૭. ડોકટર માયાબેન સુરેન્દ્રભાઇ કોડનાની
૫૮. ડોકટર જયદિપભાઈ અંબાલાલ પટેલ
૫૯. મુકેશ બાબુલાલ વ્યાસ
૬૦. રાકેશભાઈ ઉર્ફે વાતો કભાઈ વ્યાસ
૬૧. સંજયભાઈ રમણભાઈ મારા
૬૨. ભીખાભાઈ ઘંટીવાળા સોમાભાઇ પટેલ...મૃત્યુ પામેલ
૬૩. મહેશકુમાર નટવરલાલે પંચાય
૬૪ મણીલાલ મૌજી ઠાકોર
૬૫. જગદિશભાઇ ઉર્ફે જગો રીક્ષાવાળો ગુડીલાલ ચૌહાણ
૬૬. બી૨જભાઈ રમેશ પંચાલ
૬૭. ગોવિંદજી ઉર્ફે ગોવો છનાજી ઠાકોર
૬૮. રાજકુમાર ઉર્ફે કાભાઈ ત્રિકમદાસ પટેલ
૬૯. જયેશ કીયાલાલ જોષી
૭૦ વિપુલ અશ્ચિન જોષી
૭૧. વાસુદેવ માણેકલાલ પટેલ
૭૨. ભુપેન્દ્ર ઉર્ફે ગોપી પ્રહલાદભાઇ ઠાકોર
૭૩. અશોકભાઇ રમેશભાઈ પંચાલ
૭૪, પ્રમુખભાઈ ત્રિકમદાસ પટેલ..મૃત્યુ પામેલ
૭૫. અશોકભાઇ ઉર્ફે અશોક સાહેબ ગોવિંદભાઈ પટેલ
૭૬. જીતેન્દ્ર જીતુ મુખી રમણભાઇ પટેલ
૭૭, ફુલાભાઈ શંકરભાઈ વ્યાસ
૭૮. અરિવંદભાઈ ઉર્ફે કાભાઈ શાંતીલાલ પટેલ
૭૯ મુકેશ ઉર્ફે લાલો ગોહનલાલ પ્રજાપતિ
૮૦. કનુભાઈ રતિલાલ વ્યાસ
૮૧. વિપુલભાઇ નટવરભાઇ પરીખ (પટેલ)
૮૨. નિતીનકગાર વિનોદરાય દેવરૂખકર
૮૩. વિનું માવજીભાઈ કોળી (ચોહાણ)...મૃત્યુ પામેલ
૮૪..રમેશ ત્રિકમલાલ રાઠોડ
૮૫..અજય પ્રજાપતિ
૮૬..રમેશ ઉર્ફે રમણ મગળદાસ પટેલ...મૃત્યુ પામેલ
187 સાક્ષીઓની તપાસ પૂર્ણ
જોકે આ કેસમાં ટ્રાયલ દરમિયાન 17 આરોપીઓના મૃત્યુ થયા હતા સ્પેશિયલ કોર્ટ સમક્ષ 7 વર્ષથી દલીલો ચાલી રહી હતી. આ કેસમાં કોર્ટના જજ સુભદ્રા બક્ષીએ સ્થળની મુલાકાત લીધી હતી. મુલાકાત કેસમાં કુલ 258 સાક્ષીમાંથી 187 સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. પોલીસે સ્થળ પરથી 50થી વધુ આરોપીને દબોચી લીધા હતા. બાદમાં તબક્કાવાર રીતે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ગોધરાકાંડ સહિત 9 કેસની તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે કરી હતી. જેનું સુપ્રીમકોર્ટના નિર્દેશથી ગઠન થયું હતું. ખાસ વાત એ છે કે ગોધરાકાંડ બાદના 9માંથી 8 કેસના ચુકાદા આવી ચુક્યા છે.
21 વર્ષ 41 દિવસ બાદ ચુકાદો
ચુકાદા પહેલાથી જ અમદાવાદ ભદ્રકોર્ટની બહાર પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવામાં આવ્યો હતો. પોલીસ એન્ટ્રી કર્યા બાદ જ કોર્ટ કેમ્સમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કેસમાં 187 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. આ કેસનો ચુકાદો 21 વર્ષ 41 દિવસ બાદ આવ્યો છે.
તારીખ 28 ફેબ્રુઆરી 2002
ગોધરા કાંડના પ્રત્યાઘાતના પડઘા અમદાવાદના નરોડા ગામમાં પણ સંભળાયા. નરોડા ગામમાં સવારે 10 વાગ્યે છૂટોછવાયો પથ્થરમારો થયો. બપોરે 12 વાગ્યા આસપાસ આગના બનાવ બનવા લાગ્યા. અને રાત સુધીમાં તો હિંસા ફાટી નીકળી. આ હિંસામાં 4 મહિલાઓ સહિત 11 લોકોની હત્યા થઈ.
હત્યાકાંડના 21 વર્ષે આવશે ચુકાદો
28 ફેબ્રુઆરી 2002ના રોજ બનેલા હત્યાકાંડમાં સ્પેશિયલ કોર્ટ હવે ચુકાદો સંભળાવવા જઈ રહી છે. એટલે કે 21 વર્ષ બાદ દોષિતોને સજા અને પીડિતોને ન્યાય મળશે. નરોડા હત્યાકાંડની 28 ફેબ્રુઆરી 2002ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાના દિવસે 28 અને બાદમાં તબક્કાવાર 58 આરોપી પકડાયા હતા. કુલ 86 આરોપીમાંથી 14 આરોપીનાં મૃત્યુ થઈ ચુક્યા છે. જ્યારે કે 1 આરોપીને સમરી ભરી બિનતોહમતદાર મુક્ત કરાયો છે.
અનેક જજ બદલાયા
નરોડા ગામ હત્યાકાંડમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વર્ષ 2008માં આર.કે. રાઘવનની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી હતી. જે બાદ જ તત્કાલીન ધારાસભ્ય ડો. માયા કોડનાની, જયદીપ પટેલ અને બાબુ બજરંગી સહિતના આરોપીઓની ધરપકડ થઈ હતી. 8 જેટલી ચાર્જશીટ, 3 વખત ફાઈનલ દલીલો અને 5 જજ બદલાયા હતા.
શું છે સમગ્ર મામલો
ઘટના 27 ફેબ્રુઆરી 2002ની છે, તે દિવસે સાબરમતી એક્સપ્રેસ અયોધ્યાથી ગુજરાત પહોંચી હતી. ગુજરાતમાં પ્રવેશ કર્યાના થોડા સમય પછી આ ટ્રેનને વડોદરા નજીક ગોધરા ખાતે તેના S-6 ડબ્બામાં ઘેરી લેવામાં આવી હતી અને આગ લગાડવામાં આવી હતી. આ કોચ અયોધ્યાથી પરત ફરી રહેલા કાર સેવકોથી ભરેલો હતો. આગમાં 59 લોકોના મોત થયા હતા.
આ આગની ઘટનાના એક દિવસ પછી ગુજરાતમાં કોમી તોફાનો થયા હતા. ગોધરાની ઘટનાના બીજા દિવસે એટલે કે 28 ફેબ્રુઆરીએ ગોધરામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. તમામ શાળાઓ, દુકાનો અને બજારો બંધ હતા. ભીડમાં રહેલા લોકોએ દરેક જગ્યાએ પથ્થરમારો શરૂ કર્યો. ધીમે ધીમે માહોલ વણસ્યો અને શરૂ થયો પથ્થરમારો, આગચંપી અને તોડફોડ શરૂ થઈ. આ દરમિયાન 11 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
ગોધરામાં કોમી તણાવ બાદ નરોડા પાટિયા ગામમાં પણ રમખાણો શરૂ થયા હતા. આ બંને વિસ્તારોમાં આ કોમી હિંસા દરમિયાન લગભગ 97 લોકોના મોત થયા હતા. આ હિંસા બાદ સમગ્ર રાજ્યમાં રમખાણો થયા હતા. ભારતના તત્કાલિન ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રકાશ જયસ્વાલે 11 મે 2005 ના રોજ ગુજરાતમાં રમખાણોમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાજ્યસભામાં લેખિતમાં જણાવ્યું હતું કે 790 મુસ્લિમો અને 254 હિંદુઓ એટલે કે કુલ 1,044 લોકો માર્યા ગયા.
જ્યારે, 223 લોકો એવા હતા જે તે સમયે ગુમ થયાની જાણ કરવામાં આવી હતી, જેઓ પાછળથી મૃત હોવાનું માનવામાં આવે છે. આ 223 ગુમ થયેલા લોકોનો સમાવેશ કર્યા પછી ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર ગુજરાત રમખાણોમાં કુલ 1267 લોકો માર્યા ગયા હતા. જો કે, સ્થાનિક લોકો અને કેટલીક બિન-સરકારી સંસ્થાઓના જણાવ્યા અનુસાર, રમખાણોમાં બે હજારથી વધુ લોકોના મોત થયા હતા.
બીજી તરફ ન્યાયની વાત કરીએ તો આ 20 વર્ષમાં ગુજરાત રમખાણોને લગતા કુલ 9 કેસ નોંધાયા હતા. જેમાંથી 8ની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ગોધરાની ઘટના, બેસ્ટ બેકરી, સરદારપુરા કેસ, નરોડા પાટિયા, ગુલબર્ગ સોસાયટી, ઓડે ગામ, દીપડા દરવાજા અને બિલકીસ બાનો કેસનો સમાવેશ થાય છે.
માયા કોડનાનીને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા
નરોડા ગામ કેસમાં 2009માં કોર્ટની કાર્યવાહી શરૂ થઈ હતી. જેમાં 327 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. માયા કોડામણી અને બાબુ બજરંગીને 2012માં SIT કેસમાં વિશેષ અદાલતે હત્યા અને ષડયંત્ર માટે દોષિત ઠેરવ્યા હતા. ભૂતપૂર્વ ભાજપના ધારાસભ્ય માયા કોડનાની પર ગોધરા કાંડ પર ગુસ્સે થયેલા હજારોના ટોળાને ઉશ્કેરવાનો આરોપ છે, જેના પછી નરોડા ગામમાં મુસ્લિમોની હત્યા કરવામાં આવી હતી. આ હિંસામાં 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 82 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.
જ્યારે માયા કોડનાની કહે છે કે રમખાણોની સવાર ગુજરાત વિધાનસભામાં હતી. માયા કહે છે કે જે દિવસે રમખાણો થયા હતા તે દિવસે તે ગોધરા ટ્રેન કાંડમાં માર્યા ગયેલા કાર સેવકોના મૃતદેહો જોવા માટે બપોરે સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જ્યારે પ્રત્યક્ષદર્શીઓએ કોર્ટમાં કહ્યું છે કે રમખાણો દરમિયાન માયા કોડનાની નરોડામાં હાજર હતી અને તેણે ટોળાને ઉશ્કેર્યો હતો.
આ ધારાઓમાં ચાલી રહી છે ટ્રાયલ
નરોડા ગામ કેસમાં આરોપીઓ સામે IPC કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 143 (ગેરકાયદેસર રીતે સભા), 147 (હુલ્લડો), 148 (ઘાતક હથિયારોથી સજ્જ તોફાનો), 120B (ગુનાહિત કાવતરું) હેઠળ કેસ ચાલી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે