ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર બાળકી સાથે અડપલા ની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. કૃષ્ણનગર વિસ્તારમાં 11 વર્ષની બાળકી સાથે 59 વર્ષના વૃદ્ધે શારીરિક અડપલાં કરતા ફરિયાદ નોંધી પોલીસે વૃદ્ધ ની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ થઈ છે. જેની વિગતો એવી છે કે,  નરાધમ એક વૃદ્ધ એટલે કે 59 વર્ષનો છે જેને એક માસુમ બાળકી સાથે શારીરિક અડપલાં કરતા આજે તેને મંદિર જવાના બદલે જેલમાં જવાનો વારો આવ્યો છે. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદની વિગતોની વાત કરીએ તો કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં રહેતી 11 વર્ષની બાળકી ગત 05 જુલાઈ 2024 ના રોજ પોતાના ટ્યુશનમાંથી છૂટીને ઘરે આવતી હતી. ત્યારે સોસાયટીના નાકે સાંજે 7:00 વાગે આસપાસ બાળકીની સોસાયટીમાં જ રહેતા આ વૃદ્ધ નરાધમે એકલતાનો લાભ લઇ તેને બાથમાં લઇને શારીરીક ચેનચાળા કર્યા હતા. જોકે બાળકીએ ઘરે જઈને માતા પિતાને સમગ્ર બનાવ અંગે જાણ કરી હતી ત્યારે પરિવારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી


ઘટનાને થોડા દિવસ બાદ બાળકી ના માસી 13 જુલાઈએ રાત્રિના સમયે તેમના ઘરે આવ્યા હતા અને બાળકીના માતા-પિતાએ તેઓને આ બનાવ અંગે જાણ કરી હતી. જે પછી બાળકીના માતા પિતા અને માસી આરોપીના ઘરે જઈ આ બાબતને લઈને કહેવા ગયા હતા. જ્યાં આરોપીએ પોતાને બદનામ કરો છો તેવું કહી ને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. તેથી અંતે આ સમગ્ર મામલે અંતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે


કૃષ્ણનગર પોલીસે આ મામલે પોકસોનો ગુનો દાખલ કરી ગુનામાં સામેલ વૃદ્ધ આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક તપાસમાં તે વેપાર કરતો હોય તેવું સામે આવ્યું હતું. જોકે આ સમગ્ર બનાવ જે સંજોગોમાં બન્યો તેને લઈને આરોપીની વધુ તપાસ ને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આરોપીએ આ બાળકી સિવાય પણ અન્ય કોઈ બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તેને લઈને વધુ તપાસ કૃષ્ણનગર પોલીસે હાથ ધરી છે.