Gandhinagar News : કૃષિ મંત્રી રાઘવજી પટેલને રાજકોટમાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેમને તાત્કાલિક રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ICUમાં સારવાર માટે ખસેડાયા છે. પસાયા બેરાજામાં કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત લથડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલની ચાલુ સરકારી કાર્યક્રમમાં અચાનક તબિયત લથડી હતી. તેમને રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના બેરાજા ગામે ગઈકાલ રાત્રે રાઘવજીભાઈ ગામ ચલો અભિયાનમાં હતા, એ સમયે માઈનોર બ્રેન સ્ટોક આવ્યો હતો. બ્રેઈન સ્ટ્રોક આવતા સીનર્જી હોસ્પિટલમાં સારવાર શરૂ કરાઈ છે. ડોક્ટરો અને તેમના નજીકના સગાઓએ કહ્યું હાલ તબિયત સુધારા પર છે.


હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે.  


આ નવી આગાહી તમારું દિમાગ ચકરાવે ચઢાવશે : ઠંડી જશે પછી આ સહન કરવા પડશે આવા દિવસો


ઉપરી પોલીસ અધિકારીઓને ઉલ્લુ બનાવતા નવા નિશાળીયા PSI : વધુ 4 પકડાયા