ban on conocarpus હિતલ પારેખ/ગાંધીનગર : વન વિસ્તાર અને વન વિભાગની નર્સરીઓમાં કોનોકાર્પસના રોપાના ઉછેર અને તેના વાવેતર કરવા પર પ્રતિબંધ મુકાયો છે. વન વિભાગની નર્સરીઓમાં અને વન વિભાગના વિસ્તારમાં નુકશાનકારક કોનોકાર્પસના રોપા ઉછેર ન કરવા વન વિભાગ દ્વારા આદેશ કરાયો છે. સમગ્ર ગુજરાતમાં ખાનગી ધોરણે પણ કોનોકાર્પસના વાવેતર ઉછેર પર પણ પ્રતિબંધ લગાવવા માટે પણ વન વિભાગે દરખાસ્ત તૈયાર કરી છે. જેથી આગામી દિવસોમાં પુરા રાજ્યમાં ખાનગી ધોરણે પણ કોનોકાર્પસના વાવેતર ઉછેર પર પ્રતિબંધ લાગી શકે છે. વિદેશી પ્રજાતિ કોનોકાર્પસ થી પર્યાવરણ અને માનવજીવન ઉપર નકરાત્મક અસરો ગેરફાયદાઓ હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે. કોનોકાર્પસના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે. તેનાથી ઘણા સંદેશાવ્યવહાર કેબલ, ઘણી ડ્રેનેજ લાઇન અને તાજા પાણીની વ્યવસ્થાને નુકશાન પહોંચાડે છે. તેમજ કોનોકાર્પસના પરાગરજકોના કારણે નાગરીકોમાં શરદી, ઉધરસ, અસ્થમા, એલર્જી રોગો થવાની શકયતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટા ભાગે લીલાછમ, સુંદર અને આકર્ષક 'કોનોકૉર્પસ' વૃક્ષ રસ્તાની વચ્ચે ડિવાઇડર પર જોવા મળે છે. ઘણા દેશોએ શહેરોમાં હરિયાળી વધારવા માટે આ વૃક્ષોને અપનાવ્યાં છે. આ વૃક્ષ શંકુ આકારમાં વધે છે. જેના લીધે ભારતના વનસ્પતિ વિશેષજ્ઞો તેને અહીં લાવ્યા. અહીં મૂળ સ્વરૂપે પાલિકાઓ દ્વારા શહેરી વિસ્તારમાં તેને રોપવામાં આવે છે. આ વૃક્ષનો મોટામાં મોટો ગુણધર્મ છે હરિયાળી. તેનાથી જગ્યા લીલીછમ દેખાય છે. અનેક દેશોમાં મોટી સંખ્યામાં આ વૃક્ષ ઉગાડવામાં આવે છે કારણ કે તે હરિયાળીની સાથેસાથે જળવાયુ નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે અને રણના વાતાવરણમાં ધૂળ, ગંદકી અને હવામાંથી ઉડતી રેતીને રોકે છે.


જૂનાગઢ : કારમા ગુંગળાઈ જતા બાળકે ગુમાવ્યો જીવ, ન્હાવાનું ગમતુ ન હોવાથી કારમાં સંતાયો


આ રાક્ષસી વૃક્ષથી ચેતવુ જરૂરી 
આ વૃક્ષના મૂળ આસપાસના સ્ટ્રક્ચર્સને નુકશાન કરે છે અને જમીનમાંથી વધુ પ્રમાણમાં પાણી શોષે છે. આ બધાં કારણોના કારણે તેને હાર્મફુલટ્રી ગણવામાં આવે છે. પાકિસ્તાન અને ગલ્ફના દેશોએ તેને મ્યુનિ.ગાર્ડન ડીપાર્ટમેંટમાં તેના વાવેતર માટે બેન પ્રતિબંધિત કર્યુઁ છે. કોનોકૉર્પસ શ્વસન રોગો અને વિભિન્ન ઍલર્જીનું કારણ બને છે. આ વૃક્ષોના મૂળિયા ઘણા મજબૂત હોય છે. જેથી તેઓ જમીનમાં ઊંડે સુધી ઉતરીને પાઇપલાઇનોને પણ નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત આસપાસની દિવાલો અને બાંધકામને પણ કોનોકૉર્પસથી નુકસાન પહોંચવાની ભારે શક્યતા છે. આ વૃક્ષ મોટી માત્રામાં ભૂજળ શોષી લે છે. વનસ્પતિશાસ્ત્રીઓના દાવા મુજબ કોનોકૉર્પસ માણસનાં સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. 


રાજકોટ વોકળાનો સ્લેબમાં મોટો ખુલાસો : બિલ્ડરે ખર્ચ ઘટાડવા સ્લેબની જાડાઈ ઘટાડી હતી


અનેક દેશોએ આ વૃક્ષ પર લગાવ્યો છે પ્રતિબંધ 
પરંતું અનેક દેશોએ તેના ખરાબ ગુણધર્મોને કારણે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. તેલંગાણા સરકારે તાજેતરમાં જ ગ્રામ પંચાયતો દ્વારા સંચાલિત 'હરિતા વનમ્' નર્સરીમાં કોનોકૉર્પસ ન ઉગાડવાનો લેખિત આદેશ આપ્યો છે. કુવૈત, કતાર અને યુએઈ જેવા દેશોએ તેની આયાત પર અંકુશ કર્યો છે.


જૂનાગઢ : કારમા ગુંગળાઈ જતા બાળકે ગુમાવ્યો જીવ, ન્હાવાનું ગમતુ ન હોવાથી કારમાં સંતાયો