Good News : સરકારી કર્મચારીઓને લોટરી લાગી! 7000 ફિક્સ પે ધારકોનો 30 ટકા વધ્યો પગાર
Big Decision : ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં થયેલા વધારાનો લાભ ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને મળ્યો છે. એસ.ટી નિગમના ૭ હજારથી વધુ ફિક્સ પગારના કર્મચારીઓને લાભ થયો છે.
Gujarat Government : રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વપુર્ણ નિર્ણય લેવાયો છે. હવે એસ.ટી નિગમના ૭ હજારથી વધુ ફિક્સ પગારના કર્મચારીઓને લાભ થશે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ૭ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે. આ અગાઉ એસટીના કર્મચારીઓને પગાર વધારાનો લાભ ન મળતાં વિવાદો થયા હતા. કર્મચારીઓએ હડતાળ પર ઉતરવાની પણ ચીમકીઓ આપી હતી. આ મામલે યુનિયનો પણ મેદાને આવ્યા હતા. હવે આ મામલે ઘીના ઠામમાં ઘી ઢળ્યું છે. સરકારે આપેલો વાયદો નિભાવ્યો છે. એસટી કર્મચારીઓ દિવાળીના તહેવારોમાં પણ નોકરી કરીને મુસાફરોને લાભ આપે છે.
આખાબોલા રામ મોકરિયા : પોસ્ટ હોય કે પત્ર, એવું બોલે છે કે સરકાર પણ હચમચી જાય છે
આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાર-તહેવાર ભૂલીને રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના સૌ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. તાજેતરમાં જ એસ.ટી યુનિયન સાથે બેઠક કરીને વિવિધ પ્રશ્નો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી મોટા ભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવ્યા હતા. આ જાહેરાતને પગલે એસટીના કર્મચારીઓમાં ખુશીની લાગણી છવાઈ છે.
દિવાળી પર ઓનલાઈન ખરીદી કરતા થઈ જજો સાવધાન : લોભામણી જાહેરાતો કરશે બેંક એકાઉન્ટ ખાલી
આજે એસ.ટી વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રીશ્રી વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સૌ યુનિયનના હોદ્દેદારો તેમજ નિગમમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ ઉપરાંત એસ.ટી નિગમના અધિકારીઓ જોડાયા હતા. આ નિર્ણયને આવકારીને એસ.ટી નિગમના વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા વાહન વ્યવહાર મંત્રીનું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યુ હતું.
દિવાળી સુધરી! CMO અને ચાર મંત્રીઓના અંગત સ્ટાફને પ્રમોશન, 27 અધિકારીઓને લોટરી લાગી