દિવાળી પર ઓનલાઈન ખરીદી કરતા થઈ જજો સાવધાન : લોભામણી જાહેરાતો કરી દેશે બેંક એકાઉન્ટ ખાલી

Cyber Fraud : દિવાળીમાં ઓનલાઈન ઓફર અને લોભામણી જાહેરાત આપીને તમારું બેંક એકાઉન્ટ ખાલી કરવા માટે સાયબર ફ્રોડ થઈ ગયા છે સક્રિય..
 

દિવાળી પર ઓનલાઈન ખરીદી કરતા થઈ જજો સાવધાન : લોભામણી જાહેરાતો કરી દેશે બેંક એકાઉન્ટ ખાલી

Rajkot News ગૌરવ દવે/રાજકોટ : જો તમે દિવાળી ઉપર ઓનલાઈન ખરીદી કરી રહ્યા છો તો થઈ જજો સાવધાન. કારણ કે, લોભામણી જાહેરાતો તમારા બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાંખશે. શું તમે તો સાયબર ક્રાઇમના શિકાર નથી બન્યા ને.

દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે સાયબર માફિયાઓ સક્રિય થઈ ગયા છે. દિવાળી તહેવારમાં લોકો ખરીદી કરવા ઓનલાઈન સાઇટ્સનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. વસ્તુઓ સસ્તી અને સારી મળે એટલા માટે અલગ અલગ વેબસાઈટ પણ સર્ચ કરવામાં આવતી હોય છે. જોકે લોકોની જરૂરિયાતનો લાભ કેટલાક સાયબર માફિયાઓ ઉઠાવતા હોય છે. 

આ અંગે રાજકોટ સાયબર ક્રાઇમ એસીપી વિશાલ રબારીએ જણાવ્યું કે દિવાળીના સમયે ઓનલાઇન ફ્રોડનું પ્રમાણ વધતું હોઈ છે. સાયબર માફિયાઓ વેબસાઈટ પર બનાવટી લોભામણી જાહેરાત મૂકી લોકોને પોતાની જાળમાં ફસાવતા હોવાના બનાવો સામે આવે છે અને તેમાં અવિશ્વાસનીય સસ્તી વસ્તુ આપવાના વાયદા કરી છેતરપીંડી કરતા હોવાની ફરિયાદો ઉઠે છે.

બીજી તરફ ગ્રાહકો આ વેબસાઈટની મુલાકાત લેતા સમયે તેમની સિસ્ટમ હેક થઈ જતી હોય છે અથવા તો કેટલાક કેસમાં લોકો પૈસા જમા કરાવી દેતા હોય છે. ત્યારબાદ જે વસ્તુઓની ખરીદી કરવા ઓર્ડર આપ્યો હોઈ તે આવતો જ નથી. જેના પરિણામે લોકોને મોટી આર્થિક નુકસાની ભોગવી પડતી હોય છે. આ ઉપરાંત લોકો જ્યારે પણ દિવાળીના સમયે બહાર ફરવા જતા હોય છે ત્યારે તે કઈ જગ્યા પર ફરવા જાય છે કેટલા દિવસની ટુર છે. તે વ્યક્તિ જે તે સમયે કઈ જગ્યાએ છે તે સહિતની તમામ માહિતી સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે, જેને આધારે તસ્કરોને સરળતાથી માહિતી મળી જતી હોય છે અને તે જે તે મકાન માલિકની મકાન નિશાન બનાવતા હોય છે. તેથી સાયબર ક્રાઈમ દ્વારા એવી પણ અપીલ કરવામાં આવી છે કે લોકો એ જ્યારે કોઈ બહાર જાય છે ત્યારે તેમની ફરવા અંગેની માહિતી શક્ય હોય તો સોશિયલ મીડિયામાં શેર ન કરવી જોઈએ. દિવાળીને લઈને પોલીસ દ્વારા પણ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

સાયબર ફ્રોડના વધતા બનાવો વચ્ચે હવે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. લોકોએ OTP, પીન નંબર કે ડેબિટ કે ક્રેડિટ કાર્ડના CVV નંબર આપવો ન જોઈએ. જો આવા સાયબર ફ્રોડનો શિકાર બનો છો તો તાત્કાલિક અસરથી જે તે શહેરના સાયબર ક્રાઇમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news