ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલને દંડ ફટકાર્યો, પીએમ મોદીના ડિગ્રીની માંગી હતી કોપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે ગુજરાત હાઈકોર્ટની અરવિંદ કેજરીવાલને ફટકાર... ગુજરાત યુનિવર્સિટી પાસે PM મોદીની ડિગ્રી આપવાના CICના આદેશ હાઈકોર્ટે રદ કરીને અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ કર્યો...
Gujarat Highcourt : ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અરવિંદ કેજરીવાલે GU અને DU પાસે પીએમ મોદીની ડિગ્રીની કોપી માગવા બદલ કેજરીવાલને આ દંડ ફટાકારાયો છે. સાથે જ હાઈકોર્ટે ચીફ ઈન્ફોર્મેશન કમિશનરના આદેશને પણ રદ્દ કર્યો છે. PM મોદીની સ્નાતક ડિગ્રીની માહિતી રજૂ કરવા આદેશ કરાયો હતો. ચીફ ઈન્ફોર્મેશન કમિશનરે ગુજરાત યુનિ. અને PMO ના પબ્લિક ઈન્ફોર્મેશન અધિકારીને આદેશ કર્યા હતા. જસ્ટિસ બિરેન વૈષ્ણવની બેન્ચે અરજી ફગાવી કેજરીવાલને દંડ ફટકાર્યો છે.
મોદીની ડિગ્રી મામલે થયો વિવાદ...
વડાપ્રધાન મોદીએ તેમની માસ્ટર્સની ગુજરાત યુનિવર્સિટીમાંથી અને ગ્રેજ્યુએશનની ડિગ્રી દિલ્હી યુનિવર્સિટીમાંથી મેળવી હતી. તેથી અરવિંદ કેજરીવાલે મોદીની શૈક્ષણિક ડિગ્રીઓ મેળવવા માટે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનરમાં અરજી કરી હતી. જેમાં સીઆઇસીએ ૨૦૧૬માં વડાપ્રધાન કાર્યાલયના માહિતી અધિકારીઓને હુકમ કર્યો હતો કે, કેજરીવાલે માંગેલી ડિગ્રીઓ તેમને પૂરી પાડવામાં આવે. સીઆઇસીના આ હુકમથી નારાજ થઈ ગુજરાત યુનિવર્સિટીએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી.
ગુજરાત યુનિ.દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમ.એ પરીક્ષાના પરિણામનો રેકોર્ડ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ નરેન્દ્ર મોદીએ ૧૯૮૧થી ૧૯૮૨ દરમિયાન એમ.એ ઈન પોલિટિકલ સાયન્સ એક્સટર્નલમાં કર્યું હતું. જેમાં વેબસાઈટ પર જાહેર થયેલા રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ પાર્ટ-૧ અને પાર્ટ-૨ એમ બંને પરીક્ષામાં કુલ ૮૦૦માંથી ૪૯૯ માર્કસ મેળવીને ફર્સ્ટ ક્લાસ ગ્રેડ મેળવ્યો હતો. તમે નહીં માનો પણ મોદી પીએમની પરીક્ષામાં જેમ ફસ્ટક્લાસમાં પાસ થયા છે તેમ એમએની પરીક્ષામાં પણ ફ્સટક્લાસમાં પાસ થયા હતા. વેબસાઈટ પર જાહેર રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ એક્સટર્નલ પરીક્ષામાં કુલ ૪૯૯ માર્કસ મેળવ્યા
પાર્ટ-૧માં નરેન્દ્ર મોદીએ પોલિટિકલ સાયન્સના વિવિધ ચાર પેપરમાં ૪૦૦માંથી ૨૩૭ માર્કસ મેળવ્યા હતા. જ્યારે પાર્ટ- ૨માં વિવિધ ચાર પેપરમાં ૪૦૦માંથી ૨૬૨ માર્કસ મેળવ્યા હતા.આમ પાર્ટ-૧ અને પાર્ટ-૨માં કુલ ૮૦૦માંથી ૪૯૯ માર્કસ મેળવીને નરેન્દ્ર મોદીએ ફર્સ્ટ કલાસ ગ્રેડ મેળવ્યો હતો. નરેન્દ્ર મોદીએ એમ.એ પોલિટિકલ સાયન્સ એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે કર્યુ હતું. ગુજરાત યુનિ.દ્વારા ઓનલાઈન પહેલાંની તમામ પરીક્ષાઓનો રેકોર્ડ સ્કેનિંગ કરીને ડિજિટલાઈઝ કરવામા આવ્યા છે ત્યારે યુનિ.એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમ.એની ડિગ્રીનો રેકોર્ડ પણ સ્કેન કર્યો છે અને જેને વેબસાઈટ પર આજે ઓનલાઈન જાહેર વામાં આવ્યો છે. આ રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ જુલાઈ ૧૯૮૧માં એમ.પાર્ટ-૧ ની પરીક્ષા પાસ કરી હતી.