Morbi News : મોરબીની બહુચર્ચિત રાણીબા આખરે મોરબી પોલીસ સામે સરેન્ડર થઈ છે. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ. રાણીબા સહિત 12 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી હતી. તેમાં રાણીબા પોલીસ સમક્ષ હાજર થઈ ગઈ છે. રાણીબા સહિત 3 આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા છે, જોકે, આ કેસનો હજુ એક આરોપી ફરાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીમાં પગાર માટે યુવાનને માર મારીને પગાર માટે માર મારવાનો મામલામાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 12 આરોપીઓ સામે નોંધાઇ હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે અત્યાર સુધીમાં ફક્ત એક આરોપીની ધરપકડ કરી છે. બાકીના પોલીસ પકડથી દૂર હતા. 


વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાની સાથે રાજ પટેલ અને ઓમ પટેલ એલસીબી કચેરીએ હાજર થયા છે. તમામની સામે આઇપીસી 395 હેઠળ ગુનો નોંધવામા આવ્યો છે. વિભુતી પટેલના ભાઈ ઓમ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. વિભૂતી પટેલ સામે તલવારથી કેક કાપતા વીડિયો મામલે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત વિભુતિ પટેલ એકપોર્ટ ઇમ્પોર્ટના વ્યવસયા મામલે પણ તપાસ કરવામા આવશે. તેમજ જીએસટી મામલે પણ તપાસ કરાશે. 


1. વિભૂતિ ઉર્ફ રાણીબા હિતેન્દ્રભાઈ સીતાપરા
2. ઓમ હિતેન્દ્રભાઈ સીતાપરા, બંને રહે પેસિફિક હાઈટ્સ- 401; એસ.પી. રોડ મોરબી
3. રાજ અજયભાઈ પડસારા રહે બાપાસીતારામ ચોક પાસે રવાપર રોડ મૂળ રહે શાંતિની કેતન સોસાયટી બગસરા અમરેલી
4. ડી ડી રબારી, આગોતરા જામીન અરજી મુજબ (મયુર દિલીપભાઈ કરોતરા)
5. પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી સિવાય તમામ આરોપી હાજર 


પોલીસે રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો
એટલું જ નહીં, રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં 16 દિવસ કરેલા કામનો પગાર લેવા ગયેલા યુવાનને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યો હતો. આ ઘટના બાદ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી તથા અન્ય સાત અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાઈ છે. યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


ડાકણ પ્રથાને દૂર કરવા ડાંગ પોલીસની અનોખી પહેલ : શી ટીમને મેદાનમાં ઉતારાઈ


પગાર તારીખે પગાર ના આવતા યુવકે ફોન કર્યો
મોરબી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, આ ઘટનામાં ભોગ બનનાર યુવકનું નામ નિલેશ કિશોરભાઈ દલસાણીયા છે, જેઓ 2 ઓક્ટોબરના રોજ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો. બાદમાં કોઈ કારણોસર 18 ઓક્ટોબરે નોકરીએ આવવાનું ના પાડી દીધું હતું, પછી આ વાતને પગાર તારીખ સુધી કોઈ વાંધો આવ્યો નહોતો. પરંતુ કંપનીની પગાર તારીખે પગાર ના આવતા યુવકે પોતાનો પગાર લેવા માટે પહેલા તો ફોન કર્યો હતો. જ્યાં ઓફિસે આવીને લઈ જવા કહ્યું હતું. ત્યારબાદ પીડિત યુવક પોતાના પાડોશી સાથે કંપનીએ પહોંચ્યો હતો. 


વાળ પકડીને મોઢામાં ચંપલ આપીને ઢોર માર્યો
પરંતુ, ત્યાં ડી.ડી. રબારી નામના વ્યક્તિએ યુવક સાથે આવેલા પાડોશી યુવકને માર મારીને ભગાડી મૂક્યો હતો. ત્યારબાદ પિડિત નિલેશને આરોપી ઓમ પ્રકાશ, આરોપી રાજ પટેલ અને ઓફિસનો મેનેજર પરીક્ષિત નિલેશએ વાળ પકડીને મોઢામાં ચંપલ આપીને ઢોર માર્યો હતો. આ ઘટનામાં લેડી ડોનના વહેમમાં ફરતી વિભૂતિ પટેલ સહિતના સાગરીતો દ્વારા કમર પટ્ટા વડે તથા ઢીકાપાટુનો મુંઢ માર મારીને જ્ઞાતિ પ્રત્યે અડધૂત કર્યો હતો. એટલું જ નહીં,  આરોપીઓએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી જાનથી મારી નાંખવાની ધમકી પણ આવી હતી.


કમોસમી વરસાદથી 24નાં મોત! ગુજરાતમાં આજે પણ ભુક્કા કાઢશે, આવી છે આજની આગાહી


આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો લાગી
આરોપીઓ દ્વારા નિલેશને બેફામ માર મારવામાં આવતા હાલ મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. નિલેશએ મોરબી એ ડિવિઝન પોલીસમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહીત છ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની આઇપીસી કલમ 323, 504, 506 વિગેરે મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે હાલ તે ફરાર થઈ ગઈ છે.


વિભુતી પટેલ ઉર્ફે રાણીબા લેડી ડોનના વહેમમાં ફરતી 
અગાઉ પણ આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબા ચર્ચામાં આવી હતી. વિભુતી પટેલ સોશિયલ મીડિયામાં અનેક આપતિજનક વીડિયો જોવા મળી રહ્યા છે. રાણીબાને લાઈફસ્ટાઈલ વિશે વાત કરીએ તો તે રોયલ લાઈફ જીવવામાં માને છે. આ અમે નથી કહેતા આ બતાવે છે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ. તેના વીડિયોએ તહેલકા મચાવ્યા છે. તેની ફોર્ચ્યુનર ગાડી પર રાણીબા લખેલું છે. ગાડીની નંબર પ્લેટ પર સ્પેશિયલ નંબર 7 લખેલો છે. ગાડીમાંથી રાણીબા યેલો ડ્રેસ અને વ્હાઈટ બ્લેઝરમાં સ્વેગમાં ઉતરે છે. તેણે હજારોની કિંમતના ગુચ્ચીના ચશ્મા પહેર્યા છે અને તેના બૂટ્સ પણ સ્ટિવ મેડ્ડન કંપનીના છે. જે ખૂબ જ મોંઘી બ્રાન્ડ છે. આ તો થયો એક વીડિયો. રાણીબાના એકાઉન્ટમાં ઘણા એવા વીડિયો છે. જે બતાવે છે કે તે રોયલ લાઈફ જીવવામાં માને છે.


નીતિન પટેલ ! ભવિષ્યની ઈમારત મોટી બનાવવા હવે ‘નાના’ થયા, હવે કડીમાં રસ વધ્યો