ગુજરાતમાં ફરી કુકરી ગેંગ સક્રિય? બેંક મેનેજરના આપઘાતથી હડકંપ, સુસાઇડ નોટમાં મોટો ધડાકો
સરથાણામાં બેંક મેનેજર યુવકે આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. ઉત્સાહી યુવકે એકાએક આવું પગલું ભરતાં પરિવારના શોકનો પાર નથી. તેણે શા માટે આ પગલું ભર્યું તેની વિગતો તેણે લખેલી સ્યૂસાઇડ નોટમાં સામે આવી છે.
ઝી બ્યુરો/સુરત: સરથાણા વિસ્તારમાં રહેતા બેંક મેનેજરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આપઘાત બાદ પોલીસે ઘરની તપાસ કરતા સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેને હેરાનગતિ કરાતી હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેથી સરથાણા પોલીસે આ સમગ્ર મામલે કુકરી ગેંગના રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલા નામના શખ્સ વિરૂધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય: 523 ASIને PSI તરીકે પ્રમોશન, સત્તાવાર નોટિફિકેશન
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતો 32 વર્ષીય અતુલ ભાલાળા બેંકમાં મેનેજર તરીકે નોકરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો. દરમિયાન સરથાણા ઘર નજીક જ તેને અનાજમાં નાખવાની દવા પી લઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ તાત્કાલિક અતુલને સારવાર અર્થે સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
તૈયારી રાખજો! નવા વર્ષે ગુજરાતમાં કંઈક મોટું થશે! આ ઘાતક આગાહીથી ગુજરાતીઓ ચિંતામાં!
બીજી તરફ આ ઘટના બનતાની સાથે જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આપઘાતના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. સારવાર દરમિયાન અતુલનું કરુણ મોતની નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ આ ઘટનાને ગંભીરતાથી લઈ સરથાણા પોલીસે અતુલના ઘરની તપાસ કરી હતી. તપાસ દરમિયાન અતુલના રૂમમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી.
ગુજરાતની ધરતીના પેટાળમાં કંઈક તો થઈ રહ્યું છે! ચોમાસા બાદ કેમ આવ્યાં 9 મોટા ભૂકંપ?
સુસાઇડ નોટમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જુગારના પૈસા આપવાના બાકી હોય જેને કારણે રોનક પરી, રજની ગોયાણી અને જીગો કુંડલા તેને ત્રાસ આપતા હતા. આખો દિવસ તેને ઓફિસમાં બેસાડી રાખતા હતા આ પ્રાર્થના કરીને તેને આપઘાત કર્યો હોવાનું ઉલ્લેખ સુસાઇડ નોટમાં કર્યો હતો. સુસાઇડ નોટના આધારે સરથાણા પોલીસે કૂકરી ગેંગના ત્રણે સાંગરીતો વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. આ સાથો સાથ મળી આવેલી સુસાઇડ નોટને એફએસએલમાં પણ મોકલી આપી હતી.
ગિફ્ટ સિટી બાદ આ પ્રવાસન સ્થળોએ મળશે દારૂમાં છૂટ? ઋષિકેશ પટેલના મોટા સંકેત