`તમે 18 લઈ જાવ પણ આ 8 તો અમે જ લઈશું`, ગુજરાત લોકસભા માટે AAP એ આપી કોંગ્રેસને ફોર્મ્યુંલા
Election 2024: ગુજરાતમાં કોંગ્રેસ અને AAP ગઠબંધન પર મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 8 બેઠકોની માંગ કરી છે. 8 લોકસભા બેઠકો પર AAPને પોતાના ઉમેદવાર ઉભા રાખવા છે. જેના માટે ગુજરાતની 18 લોકસભા બેઠકો કોંગ્રેસને આપવા AAP તૈયાર છે. બીજી બાજુ AAPએ પેટા ચૂંટણી માટે વિસાવદર બેઠક માંગી રહ્યું છે.
Loksabha Election 2024: લોકસભા ચૂંટણીની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે અને દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ અને AAP ગઠબંધન પર એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 8 બેઠકોની માંગ કરી છે. જી હા...8 લોકસભા બેઠકો પર AAPને પોતાના ઉમેદવાર ઉભા રાખવા છે. જેના માટે AAP ગુજરાતની 18 લોકસભા બેઠકો કોંગ્રેસને આપવા તૈયાર છે. પેટા ચૂંટણી માટે AAP વિસાવદર બેઠક માંગી રહ્યું છે. બીજી બાજુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભરૂચ-ભાવનગર બેઠક AAPને આપવા પર સહમતિ પણ બની છે. આજે સાંજ સુધીમાં કોંગ્રેસ-AAPની સીટ શેરિંગ ફોર્મ્યૂલા ફાઈનલ થઈ શકે છે.
Gold Raining : નાચતા જાનૈયા વચ્ચે થયો સોનાનો વરસાદ, લગ્ન છોડી સોનું લેવા દોડ્યા
ભરૂચ બેઠક માટે કોંગ્રેસ-AAPમાં ફસાયો પેચ?
ગુજરાતમાં ગઠબંધનમાં કોંગ્રેસ અને AAP વચ્ચે જો કોઈ બેઠક પર પેચ ફસાયો હતો તો તે ભરૂચ લોકસભા બેઠક છે. આમ આદમી પાર્ટી અહીંથી ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરી ચુકી છે. તો કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અહીંથી લડવાની ઈચ્છા આડકતરી રીતે વ્યક્ત કરી ચુક્યા છે. ત્યારે આ વિશે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું કહેવું છે કે, સ્વાભાવિક છે કે સૌ કોઈને લડવાની ઈચ્છા હોય. પરંતુ હાલ આ બેઠક પર ગઠબંધનની ચર્ચાઓ ચાલુ છે. પરંતુ આ કોંગ્રેસનો આંતરિક મામલો છે.
સોનામાં વળી પાછો કડાકો, ઉથલપાથલ વચ્ચે લેવાનું વિચારતા હોવ તો ચેક કરો લેટેસ્ટ રેટ
8 લોકસભા સીટ પર AAPનો દાવો
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને આઠ લોકસભા સીટ જોઈએ છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે 18 બેઠકો છોડવા તૈયાર છે. પરંતુ ભરૂચ બેઠક પર બંને પાર્ટીના ઉમેદવારોને લડવાની ઈચ્છા છે. જેના કારણે ભરૂચ લોકસભા સીટ હોટ ફેવરિટ બની છે અને બન્ને પાર્ટીઓ વચ્ચે પેચ ફસાયો છે.
સસ્તી બની મુસાફરી! રેલવેના લઘુત્તમ ભાડામાં ત્રણગણો ઘટાડો, દેશના કરોડો મુસાફરોને રાહત
કેટલીક વસ્તુ જતી કરવા અમે તૈયાર: ઈસુદાન
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ વિશે જણાવ્યું છે કે, લોકસભાની ચૂંટણીના ભાગ રૂપે ઇન્ડિયા ગઠબંધનની વાતચીત છેલ્લા તબક્કામાં છે, આજે વધુ એક બેઠક થઈ અને ટૂંક સમયમાં જાહેરાત થશે. ઇન્ડિયા ગઠબંધનને લઈ ભાજપ ડરી ગયું છે, શરૂઆતથી જ ઇન્ડિયા નામને લઈ ગભરાઈ ગયું હતું. આમ આદમી પાર્ટી ગઠબંધનને લઈ કટિબદ્ધ છે. ગુજરાત સીટ શેરિંગ નક્કી છે. આજની અંતિમ બેઠકમાં સાંજ સુધી ગુજરાતની સીટ શેરીંગ ફાઇનલ થશે. ગુજરાત સિવાય દિલ્હી અને હરિયાણા ગઠબંધનને લઈ કેટલીક વસ્તુ જતી કરવા અમે તૈયાર થયા અને ભાજપને હરાવવા કટિબદ્ધ છે.
મોદી સરકાર ખેડૂતોને આપશે 22 લાખ કરોડ, સસ્તા વ્યાજે રૂપિયા લેવા આનાથી બેસ્ટ સ્કીમ નથી
લોકસભા સાથે પેટા ચૂંટણી પણ ગઠબંધનમાં લડીશું: ઈસુદાન
ભાજપ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા પ્રયાસ કરી રહી છે, ઇન્ડિયા ગઠબંધનથી અલગ કરવા EDનું સાતમું સમન આપ્યું અને કોર્ટમાં મામલો હોવાથી CBI પાસેથી નોટિસ આપી ધરપકડ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ગઠબંધન પાડવા ભાજપ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરશે. પરંતુ અમે લોકસભા સાથે પેટા ચૂંટણી પણ ગઠબંધનમાં લડીશું. ગઠબંધનને ડેમેજ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. 8 બેઠક આમ આદમી પાર્ટીએ લોકસભામાં ગઠબંધનમાં માંગી છે.વિસાવદર બેઠક પેટા ચૂંટણીમાં માંગી છે અને અન્ય 1 પણ માંગી છે. આજે સીટ શેરિગનો ફોર્મ્યુલા જાહેર થશે.
નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે કહેર! 27 ફેબ્રુઆરી સુધી આ વિસ્તારોમાં એલર્ટ
ગઠબંધનની જાહેરાત બાદ અમે રાહુલની ન્યાય યાત્રામાં આવશું: ઈસુદાન
ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, એક બેઠક પર વાતચીત ચાલી રહી છે. આજે સાંજે જાહેર થશે. ચૂંટણી લડવાની દરેકને ઈચ્છા હોય છે, મુમતાજ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. નિરાકરણ ટૂંક સમયમાં આવશે. ઇન્ટરનલ પ્રોબ્લેમ સોલ્વ કરીશું. સ્વાભાવિક છે કે લોકલ લીડરશિપ નારાજ થાય પણ નિરાકરણ થશે. ગઠબંધનની જાહેરાત બાદ આમંત્રણ આવશે તો અમે રાહુલની ન્યાય યાત્રામાં આવશું. ગઠબંધનમાં બેઠક જાય તો સ્થાનિક સ્તરે નારાજગી થાય પણ અમને આશા છે કે દિલ્હીથી સરળતાથી આનો નિર્ણય લેવાશે.
તમારી દિકરીનું ભાગ્ય બદલી દેશે મોદી સરકારની આ યોજના! જાણો વિગતવાર માહિતી
ઉમેદવારના નામ સાથે થઈ રહ્યો છે સર્વે
વિસાવદર બેઠકને જાળવી રાખવા શું પોતે પેટા ચૂંટણી લડશે કે નહિ એ મામલે ઈસુદાન ગઢનીને પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા નિર્ણય લેવાશે, ઉમેદવારના નામ સાથે સર્વે થઈ રહ્યો છે. ગઠબંધનમાં અમને બેઠક મળે એવી આશા છે. ચાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ગઠબંધનની ચર્ચા ચાલુ છે. બે અમે માંગી છે. જેમાં વિસાવદર સાથે વધુ એક બેઠક માંગી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બની શકે કે ગુજરાત કોંગ્રેસની લાગણી હોય કે ગઠબંધન ન થવું જોઈએ પણ દિલ્હીમાં ચર્ચા ચાલી રહી છે.
પનીરમાં કપડાં ધોવાના પાવડરનો થાય છે ઉપયોગ, અસલી અને નકલી માટે ઘરે આ ટેસ્ટ કરો