Agricultural Loan Scheme: મોદી સરકાર ખેડૂતોને આપશે 22 લાખ કરોડ, સસ્તા વ્યાજે રૂપિયા લેવા આનાથી બેસ્ટ કોઈ સ્કીમ નથી

Farmers New Scheme: દિલ્હીમાં હાલમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલાં શરૂ થયેલા આ આંદોલનને કારણે સરકાર ભરાઈ છે. જો કે મોદી સરકાર ખેડૂતો આંદોલન વચ્ચે મહેરબાન થઈ ગઈ છે અને તિજોરી ખુલ્લી મૂકી દીધી છે. દેશના 11થી 12 કરોડ ખેડૂતો માટે કૃષિ મંત્રાલયે જબરદસ્ત નિર્ણય લીધો છે.

Agricultural Loan Scheme: મોદી સરકાર ખેડૂતોને આપશે 22 લાખ કરોડ, સસ્તા વ્યાજે રૂપિયા લેવા આનાથી બેસ્ટ કોઈ સ્કીમ નથી

Farmer Agricultural Loan: મોદી સરકાર ખેડૂતો આંદોલન વચ્ચે મહેરબાન થઈ ગઈ છે અને તિજોરી ખુલ્લી મૂકી દીધી છે. દેશના 11થી 12 કરોડ ખેડૂતો માટે કૃષિ મંત્રાલયે જબરદસ્ત નિર્ણય લીધો છે. ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની પાક લોન માટે વાર્ષિક સાત ટકાના ઓછા વ્યાજ દરે કૃષિ લોન આપવા માટે યોજના લાગુ કરી છે. આ યોજના હેઠળ, બેંકોને તેમના સંસાધનોના ઉપયોગ પર વાર્ષિક બે ટકાની વ્યાજ છૂટ આપવામાં આવે છે. ખેડૂતોને લોનની સમયસર ચુકવણી પર 3% પ્રોત્સાહન આપવામાં આવે છે. દિલ્હીમાં હાલમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલાં શરૂ થયેલા આ આંદોલનને કારણે સરકાર ભરાઈ છે. હરિયાણામાં તો સરકારે કિસાન નેતાઓની પ્રોપર્ટી જપ્ત કરવાની પણ તૈયારીઓ કરી લીધી છે. 

રૂ. 20.39 લાખ કરોડનું વિતરણ
મોદી સરકારના છેલ્લા 10 વર્ષના કાર્યકાળ દરમિયાન કૃષિ ક્ષેત્રમાં બેંક લોન ઝડપથી વધી છે. બેંકોએ ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના એપ્રિલ-જાન્યુઆરી સમયગાળા દરમિયાન લોન તરીકે રૂ. 20.39 લાખ કરોડનું વિતરણ કર્યું છે, જ્યારે સમગ્ર 2013-14માં ખેડૂતોને રૂ. 7.3 લાખ કરોડની લોન આપવામાં આવતી હતી. ખેડૂતોને કૃષિધિરાણ મોદી સરકારે વધાર્યું છે. સરકારે 2023-24ના બજેટમાં કૃષિ લોનનો લક્ષ્યાંક 20 લાખ કરોડ રૂપિયા રાખ્યો હતો. બેંકોએ પહેલેથી જ લક્ષ્યાંક પાર કરી લીધો છે અને આ નાણાકીય વર્ષમાં આ આંકડો રૂ. 22 લાખ કરોડને પાર કરી શકે છે.

વાર્ષિક બે ટકાની વ્યાજ છૂટ 
કૃષિ મંત્રાલયે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની પાક લોન માટે વાર્ષિક સાત ટકાના ઓછા વ્યાજ દરે કૃષિ લોન આપવા માટે યોજના લાગુ કરી છે. આ યોજના હેઠળ, બેંકોને તેમના સંસાધનોના ઉપયોગ પર વાર્ષિક બે ટકાની વ્યાજ છૂટ આપવામાં આવે છે. ખેડૂતોને લોનની સમયસર ચુકવણી પર 3% પ્રોત્સાહન આપવામાં આવે છે. ક્યારેક ક્યારેક રાજ્ય અને કેન્દ્ર સરકાર મહેરબાન થાય તો આ યોજનામાં વિના વ્યાજે ખેડૂતોને 3 લાખ રૂપિયા મળી જાય છે. 

2.81 લાખ કરોડ DBT દ્વારા ખેડૂતોને ચૂકવાશે
સરકારે 2019માં PM-કિસાન યોજના શરૂ કરી હતી. આ હેઠળ, લાયક ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની રકમ ત્રણ સમાન હપ્તામાં સીધા તેમના બેંક ખાતામાં આપવામાં આવે છે. આ યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ યોજનાનો લાભ ખેડૂતોને ડિસેમ્બર 2018થી આપવામાં આવ્યો હતો. 2018 થી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા વિવિધ હપ્તાઓ દ્વારા 11 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોને રૂ. 2.81 લાખ કરોડ આપવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ખેડૂતોને સતત લાભ મળી રહ્યો છે. 

હરિયાળી ક્રાંતિ 2.0ની સરકારને જરૂર 
ઇકોનોમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) એ જણાવ્યું હતું કે કઠોળ, તેલીબિયાં અને શાકભાજી જેવા ઓછા પાણી-સઘન પાકોની ખેતીને પ્રોત્સાહન આપવા માટે ભારતે હરિત ક્રાંતિ 2.0 શરૂ કરવાની જરૂર છે. જીટીઆરઆઈએ કહ્યું છે કે સરકાર આવા પાક પર એમએસપી (લઘુત્તમ ટેકાના ભાવ)ની ખાતરી આપી શકે છે. ખેડૂતો માટે સૌથી વધારે જરૂરી છે પાકના ભાવ, પાકના ભાવ કેવી રીતે વધારે મળી શકે અને ખેડૂતો ઉત્પાદન કેવી રીતે વધારી શકે એ માટે સરકારે પ્રયાસો કરવાની જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news