કેમ મારી બહેન જોડે વાત કરે છે, અમદાવાદના બેભાન યુવકને જીવતો કેનાલમાં નાખી દીધો
અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી આબુગીરી સોસાયટીમાંથી મિલન સુથાર નામનાં 19 વર્ષીય યુવકનું 29મી ફેબ્રુઆરીએ અપહરણ થયુ હતું. પોતાના ઘરેથી બહાર નિકળ્યા બાદ લાંબા સમય સુધી પરત ન આવતા પરિવારજનોએ ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ઝી બ્યુરો/અમદાવાદ: સામાન્ય દેખાતા આ બંન્ને યુવકો મિત્રતાના નામ પર કલંક છે કેમ કે આ બંન્ને આરોપીઓએ કરી છે પોતાના જ મિત્રની હત્યા. આ આરોપીઓના નામ છે મિત્ત રબારી અને સિધ્ધરાજ દેસાઈ. બન્ને આરોપીઓ મિત્રો છે અને ભેગા મળી પોતાના જ મિત્રનું ઢીમ ઢાળી નાખ્યુ. અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી આબુગીરી સોસાયટીમાંથી મિલન સુથાર નામનાં 19 વર્ષીય યુવકનું 29મી ફેબ્રુઆરીએ અપહરણ થયુ હતું. પોતાના ઘરેથી બહાર નિકળ્યા બાદ લાંબા સમય સુધી પરત ન આવતા પરિવારજનોએ ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ખેડૂતોની આવક ડબલ કરવાનું સરકારે ઊભું કર્યું પ્લેટફોર્મ, મોદીના હોમટાઉનમા છે પ્રોજેકટ
પોલીસે મિલનની શોધખોળ કરતાં તેની લાશ કડી નજીકની એક કેનાલમાંથી મળી આવી હતી.. સોસાયટીમાં તપાસ કરતા મિલનના અન્ય મિત્રોએ જણાવ્યુ કે તેમનો પુત્ર સોસાયટીમાં રહેતા મિત્ત રબારી સાથે ગયો હતો. અને મિલનના પિતાએ મિત્ત રબારીના ઘરે જતા તેના પરિવાર ઘર બંધ કરી ફરાર થઇ ગયો હતો. પોલીસની શંકા વધુ પ્રબળ બનતા પુછપરછ કરાઇ જેમાં સામે આવ્યુ કે મિત્તની બહેન સાથે વાતચીત કરવા બાબતે તેણે મિલન સાથે ઘર્ષણ થયુ હતુ. તેણે અગાઉ પણ મિલન સાથે બોલાચાલી કરી હતી અને પોતાના અન્ય મિત્રો સામે મિલન નહી સુધરે તો તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
મોઢવાડિયા અને ડેરથી શું થશે ભાજપને ફાયદો?, જાણો કેમ લાલજાજમ પાથરી કર્યું સ્વાગત
હત્યાને કેવી રીતે અંજામ અપાયો તેની વાત કરીએ તો.. 29મીએ મિત્ત રબારીએ મિલન સુથારને ફોન કરી બોલાવીને સિધ્ધરાજ દેસાઈ સાથે મળીને તેને અડાલજ કેનાલ પર લઈ ગયો હતો. જ્યાં બોલાચાલી કરી બહેન સાથે વાત કરવા અંગે ઝધડો કર્યો હતો. જોકે મિલન સુથારે પુરાવા માંગી સામે તકરાર કરતા મિત્ત રબારીએ પોતાની પાસે રહેલી લાકડીથી મિલન સુથારને માથામાં ફટકો મારતા તે બેભાન થઈ ગયો હતો. જે બાદ મિત્ત રબારીએ તેને કેનાલમાં ધક્કો મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
જો પાર્ટી આદેશ કરશે તો હું લોકસભાની ચૂંટણી લડીશ, જીવીશ ત્યાં સુધી ભાજપમાં નહીં જાઉં
કેવી રીતે કરાઇ હત્યા
- 29 ફેબ્રુઆરીએ મિલન સુથારને અડાલજ કેનાલ પર બોલાવ્યો
- મિત અને સિધ્ધરાજે ફોન કરી અડાલજ કેનાલ પર બોલાવ્યો
- બહેન સાથે વાત ન કરવા બાબતે બંન્ને મિત્રોએ મિલન સાથે કર્યો ઝઘડો
- મિલને પુરાવા માંગી સામે તકરાર કરતા બોલાચાલી ઉગ્ર બની
- મિત રબારીએ લાકડીથી મિલન સુથારને માથામાં ફટકો માર્યો
- માથાના ભાગે ઇજા થતાં મિત્ત બેભાન થઇ ગયો
- મિલનને કેનાલમાં ધક્કો મારી બંન્ને મિત્રો થઇ ગયા ફરાર
અમદાવાદીઓ માટે ખુશખબર: આ તારીખ પહેલાં ભરો પ્રોપર્ટી ટેક્સ, 15 ટકાનો મળશે લાભ
હત્યા કર્યા બાદ મિત્ત રબારી અને સિધ્ધરાજ દેસાઈ બન્ને પોતાના અલગ અલગ પરિજનોના ઘરે આશરો લેવા ગયા હતા પરંતુ કોઈએ તેઓને આશરો ના આપતા તે નાસતા ફરતા હતા. આ ઘટના અંગે મિત્તના પરિવારજનોને જાણ થતા તેઓ પણ ઘરમાં તાળુ મારી ફરાર થઈ ગયા હતા. જે હજુ પણ પોલીસ પકડથી દૂર છે. શું ખરેખર મૃતક મિલન અને આરોપી મિત્તની બહેન વચ્ચે કોઇ સંબંધ હતા કે કેમ.. કયા કારણોસર હત્યા જેવા ગંભીર ગુન્હાને અંજામ અપાયો છે. હાલ તો આ તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.