નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ખેડૂત પેનલની 10 બેઠકો માટેની મતગણતરીનો પ્રારંભ થયો હતો. જેમાં અંતે મતગણતરી બાદ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જેમાં 10 બેઠકમાંથી પાંચ બેઠક કબજે કરી છે. જેથી કુલ 17 માંથી 12 બેઠક સાથે ભાજપે યાર્ડમાં સત્તા હાંસિલ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, શિક્ષણ બોર્ડની મહત્વપૂર્ણ જાહેરાત


ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કુલ 17 બેઠક પરની ચૂંટણી જેમાં 10 ખેડૂત પેનલ, 4 વેપારી અને 3 સરકારી બેઠકનો સમાવેશ થાય છે. જેમાં ચૂંટણી પૂર્વે વેપારી પેનલની 4 બેઠકો બિનહરીફ થઈ ભાજપના ફાળે ગઇ હતી. જ્યારે ખેડૂતો ની 10 બેઠકો માટે યોજાયેલા મતદાન બાદ આજે યોજાયેલી મતગણતરીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. ખેડૂત પેનલની 10 બેઠકો પૈકી 5 બેઠક ભાજપ ના ફાળે ગઈ હતી. જ્યારે અગાઉની 4 વેપારી અને 3 સરકારી બેઠક જેમાં જિલ્લા રજીસ્ટ્રાર, ખેતીવાડી અધિકારી અને એક કોર્પોરેટર પણ ભાજપની પેનલને સમર્થન આપતા કુલ 12 બેઠક સાથે ભાજપની પેનલ યાર્ડમાં સત્તારૂઢ બની છે. 


ગુજરાતના વાહનચાલકોને હવે ચેતી જવાની જરૂર! આ નવા પ્રોજેક્ટ હેઠળ જવું પડી શકે છે જેલ


આજના પરિણામોમાં ભાજપના દિગુભા ગોહિલ, સંજયસિંહ માલપર, રઘુભા ગોહિલ, રણછોડ ઝાઝડીયા અને નોંધાભાઈ જાંબુચા વિજેતા બન્યા છે. જ્યારે કોંગ્રેસના ભીખાભાઇ ઝાઝડીયા, સુરજીતસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, સહદેવસિંહ ગોહિલ અને વિરમદેવસિંહ ગોહિલ વિજેતા બન્યા છે. યાર્ડમાં છેલ્લા 14 વર્ષથી વહીવટદારનું શાસન હોય ત્યારે હવે ભાજપની પેનલ યાર્ડનો વધુ વિકાસ અને ખેડૂતોના પડતર પ્રશ્નોને ન્યાય આપશે.


વાવઝોડું-વરસાદ છોડો, ગુજરાતમાં આ તારીખથી ઠંડી ભૂક્કા બોલાવશે! અંબાલાલની ઘાતક આગાહી