Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ નેતાઓમાં ટિકીટ ના મળતા નિરાશ જોવા મળી રહ્યા છે. ત્યારે વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન નારાજ થયા છે. વડોદરા લોકસભા બેઠક પર ભાજપે રંજન ભટ્ટને ટિકિટ આપી છે. ત્યારે રંજનબેનને ટિકિટ મળતાં જ્યોતિબેન નારાજ થયા છે. જેના કારણે ભાજપે જ્યોતિ પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા છે. આજે જ્યોતિ પંડ્યા પક્ષમાંથી રાજીનામું આપવાના હતા. ત્યારે રાજીનામું આપે તે પહેલાં જ સી.આર. પાટીલે સસ્પેન્ડ કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ અને વડોદરાનાં નેતા ડોક્ટર જ્યોતિ પંડ્યાને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધાં છે. જ્યોતિ પંડ્યાએ સાંસદ રંજન ભટ્ટ સામે સનસનીખેજ આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે વડોદરાનો વિકાસ નથી થયો તો પછી વિકાસના પૈસા બધા જાય છે ક્યાં? સાથે જ રંજન ભટ્ટને પાર્ટીએ કેમ ત્રીજી વાર ટિકિટ આપી તેની સામે પણ સવાલ ઉઠાવ્યો છે.


જ્યોતિ પંડ્યાના દાવા પ્રમાણે આજે સવારે જ તેમણે પક્ષને રાજીનામું આપવાનું જણાવ્યું હતું અને સાંજે 5 વાગ્યે પત્રકાર પરિષદ બોલાવી હતી પરંતુ એ પહેલાં ભાજપે તેમને સસ્પેન્ડ કર્યાં. જ્યોતિ પંડ્યાએ કહ્યું કે વારાણસી જેવો વડોદરાનો વિકાસ નથી થયો. અમદાવાદ અને સુરત કરતાં પણ વિકાસમાં વડોદરા પાછળ રહી ગયું છે તો પછી આવા સાંસદને કઈ રીતે સતત ત્રીજી વખત ટિકિટ મળી છે. પાર્ટીની એવી કઈ મજબૂરી છે કે રંજન ભટ્ટને ફરીથી ટિકિટ આપવામાં આવી.



ચૂંટણી પહેલાં વડોદરા ભાજપમાં મોટો ભડકો થયો છે. રાષ્ટ્રીય મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ડૉ. જ્યોતિ પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પૂર્વ મેયર ડૉ. જ્યોતિ પંડ્યા રાજીનામું આપે તે પહેલાં જ ભાજપે હકાલપટ્ટી કરી છે.



ઉલ્લેખનીય છે કે, ભાજપનાં મહિલા મોરચાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાજપનાં મધ્ય ઝોન પ્રવક્તા ડો. જ્યોતિબેન પંડ્યાને ભાજપ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યોતિબેન પંડ્યા અગાઉ વડોદરા શહેરનાં મેયર રહી ચૂક્યાં છે. તમને જણાવી દઈએ કે ડૉ. જ્યોતિ પંડ્યા લોકસભા ચૂંટણી માટે દાવેદાર હતા.