`ગરબા`માં દીકરીએ જીત્યા 2 એવોર્ડ, મળ્યો 1: વિવાદ બાદ ગરબાના ઈનામમાં આયોજકોએ આપી દીકરીને પિતાની લાશ
Gujarat Man Beaten To Death: નવરાત્રિ ગુજરાતમાં આ વર્ષે રંગેચંગે ઉજવાઈ છે. નવરાત્રિના જબરદસ્ત માહોલ વચ્ચે આ વર્ષે હાર્ટએટેકના પણ કેસો વધ્યા છે. ગુજરાતના પોરબંદરમાં, ગરબા કાર્યક્રમમાં તેમની પુત્રી દ્વારા જીતવામાં આવેલા એવોર્ડ અંગેના વિવાદને કારણે એક જૂથ દ્વારા એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના સંબંધમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિવાદ એટલો વધ્યો કે, ગરબાના ઈનામમાં આયોજકોએ સગીર દીકરીને પિતાની લાશ આપી હતી.
Gujarat Man Beaten To Death: ગુજરાતના પોરબંદરમાં એક એવોર્ડ અંગેના વિવાદને પગલે ગરબા ફંક્શનના આયોજકો દ્વારા 40 વર્ષીય વ્યક્તિને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. પોલીસે બુધવારે આ જાણકારી આપી હતી. નાયબ પોલીસ અધિક્ષક રૂતુ રાબાએ જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે લગભગ 2 વાગ્યે પોરબંદરમાં ક્રિષ્ના પાર્ક સોસાયટી પાસે સાત લોકોએ પીડિત સરમણ ઓડેદરા પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો.
મોદી સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, યુરિયાના ભાવ નહીં વધે : કેબિનેટમાં મોટા નિર્ણયો
રાબાએ કહ્યું, 'ઓડેદરાની હત્યામાં સંડોવાયેલા તમામ સાત આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.' આરોપીઓમાં રાજા કુછડિયા, રાજુ કેસવાલા, રામદે બોખીરિયા, પ્રતિક ગોરાનિયા અને તેમના ત્રણ સહયોગીઓનો સમાવેશ થાય છે.
શરદપૂનમે પાવાગઢ જવાના હોવ તો ખાસ નોંધી લેજો: મંદિર ક્યારે બંધ રહેશે અને ક્યારે ચાલું
એફઆઈઆર મુજબ, આ આરોપીઓએ ક્રિષ્ના પાર્કની બાજુમાં આવેલી એક સ્કૂલ પાસે નવરાત્રીના અવસર પર પરંપરાગત નૃત્ય ગરબા સાથે સંબંધિત એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સ્થળે ઓડેદરા પરિવાર રહે છે. ઓડેદરાની પત્ની માલીબેને પોરબંદરના ઉદ્યોગનગર પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની 11 વર્ષની પુત્રી કે જેણે ગરબા ઈવેન્ટમાં પણ ભાગ લીધો હતો, તેમણે જણાવ્યું હતું કે, બે અલગ-અલગ સ્પર્ધા જીત્યા બાદ આયોજકો દ્વારા માત્ર એક જ ઈનામ આપવામાં આવ્યું હતું. આ અંગે તે આયોજકો પાસે ફરિયાદ કરવા ગઈ હતી.
સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા કાંડ? પ્રેમિકા પર પ્રેમીએ કર્યો જીવલેણ હુમલો, ચપ્પુના ઘા
માલીબેન ત્યાં પહોંચ્યા ત્યારે કેસવાલાએ તેમને આયોજકોનો નિર્ણય સ્વીકારવા કહ્યું. એફઆઈઆર મુજબ, તેઓને કહેવામાં આવ્યું હતું કે કાં તો ઈનામ લઈ લો અથવા છોડી દો. થોડી જ વારમાં કુછડિયા અને બોખીરિયા પણ સ્થળ પર પહોંચી ગયા અને માલીબેન સાથે કથિત રીતે દલીલો કરવા લાગ્યા. માલીબેનને ત્યાંથી નહીં જાય તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
જનેતાની એવી તો શું મજબૂરી હશે કે 9 મહિના પેટમાં રાખી જન્મતા જ બાળકીને તરછોડી દીધી!
FIR મુજબ, કુછડિયા અને કેસવાલાની પત્નીઓએ પણ માલીબેન સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેણીને ત્યાંથી જતી રહેવા કહ્યું હતું. આ પછી માલીબેન અને તેમની પુત્રી રાત્રે 1 વાગ્યાના સુમારે ઘરે પરત ફર્યા હતા. એફઆઈઆર મુજબ, એક કલાક પછી જ્યારે માલીબેન અને તેમના પતિ તેમના ઘરની બહાર બેઠા હતા, ત્યારે ચાર મુખ્ય આરોપીઓ અને તેમના ત્રણ સાગરિતો મોટરસાયકલ પર આવ્યા હતા અને ઓડેદરાને લાકડીઓથી મારવાનું શરૂ કર્યું હતું.
જમીન પર સૂતેલા યુવક પર એક નહીં પરંતુ 8 વાર ટ્રેક્ટર ચડાવી દીધુ, ઘટનાનો Video વાયરલ
પતિને બચાવવા જતાં માલીબેનને પણ ઈજા થઈ હતી. આ પછી આરોપીઓ ઓડેદરાને તેમની મોટર સાયકલ પર ગરબા સ્થળે લઈ ગયા અને જ્યાં સુધી પોલીસ ન આવી ત્યાં સુધી તેને મારતા રહ્યા હતા. પીડિતાની સગીર પુત્રીએ પોલીસને જાણ કરી હતી. એફઆઈઆરમાં જણાવાયું છે કે પોલીસ ઓડેદરાને તેમના વાહનમાં હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ તેને બચાવી શકાયો ન હતો.