જનમ દેનારી જનેતાની એવી તો શું મજબૂરી હશે કે નવ મહિના પેટમાં રાખી જન્મતા જ બાળકીને તરછોડી દીધી!
આણંદના વિદ્યાનગરમાં કચરા પેટીમાં નવજાત બાળકી મળી આવી હતી. કોઈ નિષ્ઠુર જનેતાએ બાળકીને જન્મ આપી કચરાપેટીમાં ત્યજી દીધી હોવાની જાણકારી મળી રહી છે.
Trending Photos
ઝી બ્યુરો/આણંદ: રાજ્યમાં વધુ એક માસૂમ બાળકીને નિષ્ઠુર વાલીએ ત્યજી દીધી છે. હવે આણંદના વલ્લભ વિદ્યાનગરમાંથી ત્યજી દેવામાં આવેલી બાળકી મળી આવી છે. કચરા પેટીમાંથી ત્યજી દેવાયેલા બાળકી મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કચરા પેટીમાંથી બાળકીના રડવાનો અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા અને પોલીસને જાણ કરી હતી. જે બાદ બાળકીને મેડિકલ પરીક્ષણ 108માં હૉસ્પિટલ લઈ જવામાં આવી.
હાલ વલ્લભ વિદ્યાનગર પોલીસે બાળકીનો કબ્જો મેળવ્યો છે અને પોલીસે બાળકીના વાલીની શોધખોળ શરૂ કરી છે. ઘટનાની જાણ થતા સાંસદ મિતેષ પટેલ હૉસ્પિટલ દોડી ગયા અને બાળકીના ભરણ પોષણનો ખર્ચ જિલ્લા ભાજપ ઉપાડશે તેવી જાહેરાત કરી. હાલ બાળકી સ્વસ્થ હોવાની માહિતી મળી રહી છે.
કચરા પેટીમાં ત્યજી દેવાયેલી બાળકી મળી
આ વિશે મળતી માહિતી પ્રમાણે,આણંદના વિદ્યાનગરમાં કચરા પેટીમાં નવજાત બાળકી મળી આવી હતી. કોઈ નિષ્ઠુર જનેતાએ બાળકીને જન્મ આપી કચરાપેટીમાં ત્યજી દીધી હોવાની જાણકારી મળી રહી છે. કચરા પેટીમાંથી બાળકીનાં રડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો ત્યાં દોડી ગયા હતા. બાળકીને મેડિકલ પરીક્ષણ માટે 108 માં એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. વલ્લભવિદ્યાનગર પોલીસે નવજાત બાળકીનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે