ઝી બ્યુરો/ગાંધીનગર: નોકરીની તૈયારી કરનારાઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જી હા...ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ https://ceiced.gujarat.gov.in વેબસાઇટ પરથી 1 લી ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગજબની ટેકનિક! ગુજરાતમાં પ્લાસ્ટિકનો કચરો કોલસામા થશે રૂપાંતરિત, આ જગ્યાએ પ્લાન્ટ શરૂ


રાજયના જુદા જુદા કેંદ્રો પર તા. 20 નવેમ્બર 2023 થી 23 નવેમ્બર 2023 દરમિયાન ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ લાયસન્સીંગ બોર્ડની વેબસાઇટ https://ceiced.gujarat.gov.in ઉપર મુકવામાં આવ્યું છે. 


ખેતરમાં ઉભો પાક હોય તો ખાસ જાણી લેજો! અંબાલાલ પટેલની ગુજરાતના ખેડૂતોને ખાસ સલાહ


પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો પોતાનું પરિણામ CEICED ના પોર્ટલ પર લોગ ઈન કરીને એપ્લિકેશન સ્ટેટ્સમાં જઈને 1 લી ફેબ્રુઆરી 2024 થી ડાઉનલોડ કરી શકાશે, તેમ લાયસન્સીંગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.


OMG! ગુજરાતની સગર્ભા માતાઓમાં વધ્યું આ વ્યસન, મહેસાણાના 10 તાલુકાઓને લઈ મોટો ધડાકો!