ઝી બ્યુરો/સુરત: સુરતના પાલ વિસ્તારમાં બેઝમેન્ટમાં રમી રહેલી અઢી વર્ષની બાળકીને કાર ચાલકે અડફેટે લીધી હતી. આ ઘટનામાં બાળકીને ગંભીર ઈજાઓ થતા બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બીજી તરફ આ સમગ્ર મામલે પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PHOTOs માં જુઓ! સી.આર.પાટીલની દીકરી ધરતી દેવરે કોણ છે? આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી


મળતી માહિતી મુજબ સુરતના પાલ કેનાલ રોડ સ્થિત રોયલ ટાયટેનીયમના બેઝમેન્ટના પાર્કિંગમાં અઢી વર્ષની બાળકી બેઠા બેઠા રમી રહી હતી. આ દરમ્યાન સફેદ કલરની કાર ચાલકે બાળકીને અડફેટે લીધી હતી. બાળકીને ગંભીર ઈજાઓ થતા તેણીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાળકીને માથાના પાછળના ભાગે ફેકચર તથા છાતીના અને ફેફસાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. 


ભૂપેન્દ્ર 'દાદા'ની જબરદસ્ત યોજના! તમારી દીકરી આટલું ભણી હશે તો ચોક્કસ મળશે 50 હજાર


આ બનાવને લઈને બાળકીની માતા કાજલબેન ઓડએ પાલ પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક ગીરીશભાઈ મનજીભાઈ મનીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તો બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. 


ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ; 7 વખત ધારાસભ્ય રહી ચુકેલા દિગ્ગજ નેતાએ કર્યા કેસરિયા


સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાળકી બેઝમેન્ટમાં બેઠા બેઠા રમી રહી હતી આ દરમ્યાન કાર ચાલક કાર લઈને ત્યાંથી પસાર થાય છે અને બાળકીને અડફેટે લઈને ત્યાંથી ફરાર થઇ જાય છે. હાલ આ સમગ્ર મામલે પાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.